________________
।
ધંધો
મારા ગુરુદેવે ધંધો પણ કર્યો, હમેશાં કહેતા ધંધો તો મારા જ બાપુનો, મારો જ હતો, હું પૂર્ણ સ્વતંત્રપણે ધંધો કરી શકતો
ધંધા પર ધર્મનું વાંચન કરું, કોઈ સંત આવ્યો હોય તો ધંધાને છોડીને સાંભળવા જઈ શકું, હું મારા ધંધામાં સ્વતંત્ર હતો
આવી સમજણ આપણને કામ કરતાં આવી જાય તો આપણે પણ સાચે જ પોતાની સ્વતંત્રતાને સમજી, માણી શકીએ
આપણે તો સહજ જે ધંધો મળ્યો છે એનાં પરાધીન થઈ જઈયે મારો ધંધો હોય તો પૂરી જવાબદારીથી કરવો આવી ગુલામી
એટલે જ આપણે ગુરુદેવને સાંભળતા હોઈયે પણ નથી સાંભળતા સમજી નથી શકતા ને પોતાની સ્વતંત્રતાને અનુભવી નથી શકતા
હું પણ ધંધો કરતાં, સંયોગોમાં પણ રહેતાં, શરીર ને ઘર કુટુંબ સાથે જીવતાં, આ બધાથી સ્વતંત્ર પોતામાં પરિપૂર્ણ અનુભવી શકું
149