________________
I
હેપ્રભુ
હે પ્રભુ હે પ્રભુ ગાતી જાઉં છું ને ક્યારે આ સંસારમાં ગુંથાઈ જાઉં છું પ્રભુ તારી ભક્તિ કરતી જાઉં છું ને ક્યારે રાગદ્વેષમાં ઉતરી જાઉં છું પ્રભુ તું મારો સાથી કહેતી જાઉં છું ને ક્યારે મારા-તારામાં પડી જાઉં છું પ્રભુ આતમ આતમ ગાતી જાઉં છું ને ક્યારે આ શરીરમાં અટવાઉં છું
હે પ્રભુ હે પ્રભુ ગાતી જાઉં છું ને ક્યારે આ સંસારમાં ગુંથાઈ જાઉં છું પ્રભુ અનંત દોષોથી ભરપૂર છું ને તારા પર વિશ્વાસ રાખી ચાલું છું પ્રભુ તારી યાદમાં તારી પુકારમાં રહી તુજ ગુણોને યાદ કરતી જાઉં છું પ્રભુ તારી મૂર્તિમાં વીતરાગતા દેખું છું ને મારામાં રાગ જ દેખાય છે
હે પ્રભુ હે પ્રભુ ગાતી જાઉં છું ને ક્યારે આ સંસારમાં ગુંથાઈ જાઉં છું પ્રભુ હું તને મારામાં શોધું છું ને તારા ગુણોને યાદ કરતી જાઉં છું પ્રભુ એક દી, જરૂર તને સાચા દિલથી યાદ કરી તારામાં સમાઈ જાઉં છું પ્રભુ તારા ગુણોને મારામાં શોધી શોધીને તારી બનતી જાઉં છું
હે પ્રભુ હે પ્રભુ ગાતી જાઉં છું ને ક્યારે આ સંસારમાં ગુંથાઈ જાઉં છું
***
93