________________
હું છું સુખમય ને આ ક્ષણિક સંયોગો આવી ક્ષણિકતા ને કારણે મારે છે દુખમય, મને મારી સ્વતંત્રતા જ ગમે છે ને હું છું જ અસંગી શાશ્વત, લાગે ક્ષણિક એ હું નથી.
આવી જ રીતે હું સંસાર, આ શરીરને આ શરીરથી બંધાયેલા કૃત્રિમ સંબંધોથી પોતાને ભિન્ન, અલગ જાણી પોતાનામાં, પોતાને જ પોતાથી ખોવાયેલી એવી રિદ્ધિયોને ભેટું છું
હું જીવ સ્વતંત્ર, ચિદાનંદ, જ્ઞાનસ્વરૂપી, અજર અમર આ સંયોગોમાં ખોવાયો હતો. આ સંયોગી ભાવોથી ગુરુકૃપાથી મારાથી ભિન્ન જાણી મને શુભાશુભ ભાવોથી ભિન્ન એવો શુદ્ધ અનુભવું છું.