________________
I
પ્રતિક્રમણ આવશ્યક
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું
હું મારા સદગુરુને શત શત વંદન કરું છું
મારા ગુરુ આત્મજ્ઞાની મને મારા આત્માનું સાચું સ્વરૂપ સમજાવે છે હું નમીજ જાઉં છું
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું
હું મારા તીર્થંકરોને શત શત વંદન કરું છું મારા તીર્થંકરો આ જ સંસારમાં રહીને પોતાનો શુદ્ધ ચિંતામણી પદ પામી પરમાત્મા બન્યા છે
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું
મારી અનાદિની મિથ્યા માન્યતાઓને, મિથ્યા જ્ઞાનને ગુરુવાણી જિનવાણીથી સમજીને એનાથી પાછી ફરું છું જેમ જેમ મિથ્યા જ્ઞાન જણાય છે પ્રતિક્રમણ થાય છે
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું
હું આ શરીરમાં જ શરીરથી ભિન્ન મારા ચિંતામણી આત્મતત્ત્વનો ચિંતવન કરું છું. મારું જીવન શરીરથી નહીં, એનાં સંબંધો થી પણ નહીં. આત્મા જ છું
85