________________
।
વર્તમાન જ્ઞાનની પર્યાય
વર્તમાન પર્યાયમાં જ્ઞાન શાનું છે? ભાન શાનું છે? પ્રતિભાસ શાનો છે? અનુભવ શાનો છે? આ જ્ઞાન, જાણ, પ્રતિભાસ, અનુભવ શાનાથી થાય છે? શરીરનું વિજ્ઞાન કહે છે, કે જરા સાકર ખાધી ને શરીરમાં ઇન્સુલીન હારમોન રિલીઝ થાય છે. બીજા રિસેપ્ટર્સ એ હારમોનને ગ્રહણ પણ કરી લે છે
શું આપણને એનું ભાન કે જાણ પણ થાય છે? નહીં
તો આપણને શાનું જ્ઞાન, જાણ કે ભાન થાય છે? મનનાં વિચારો જણાય છે? કે જેવા વિચાર આવ્યા એ પ્રમાણે કંઈ ક્રિયા શરુ કરી, બીજા વિચારે મન ચડી જાય છે ને પહેલો વિચાર તો ભૂલાઈ પણ જાય છે.
શરીરનું પણ એવું જ કંઇ છે, ક્યાં દુખતું હોય પણ જો વિચાર બીજે જ ચડી જાય તો એ સમય માટે એ દુઃખ પણ ભૂલાઈ જાય છે મારું શુદ્ધ જ્ઞાન, આ પરનાં વિચારો, મનની ચંચળતા, શરીર-ઈન્દ્રિયોનાં જ્ઞાનમાં ધુંધળું થઇ જાય છે. જ્યાં ઉપયોગ જાય છે, એજ ત્યારે જણાય છે, ને બીજું ભૂલી જવાય છે
આ ધુમ્મસને ચોકખું કરતાં કરતાં, રાગ-દ્વેષમાંથી બહાર નીકળતાં નીકળતાં આત્મ તત્ત્વના વિચારોમાં, મનમાં, બુદ્ધિમાં, આત્માની મહત્તા સમજાતાં, શુદ્ધ આત્માનો અંશે અવશ્ય અનુભવ થશે
આત્મ તત્ત્વની મહત્તા વધારી, ઉદાસીન ને નિર્ભય ભાવોથી શુદ્ધસ્વરૂપ, અખંડિત દ્રવ્યનો અનુભવ થશે. આનંદનો અનુભવ થશે.
167