________________
160
એ તો શાંત, રસમય, આનંદી ને સ્વતંત્ર છે, એ તો નિર્ભય, સુંદર, અવિનાશી એવો રત્ન છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે
હું એને કેમ ભૂલ્યો, ક્યાં ભૂલ્યો એ આશ્ચર્ય છે, હવે તો મને જડ્યો ને કદી પણ મારાથી અલગ નથી એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે
હું એ છું, ને એ હું છે, એમાં કાંઈ નવાઇ નથી, હું ને એ બન્ને એકબીજામાં એકમેક છીએ
એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે
ગુરુવાણીની સાથે, પ્રભુભક્તિનાં સંગાથે, હું જે પામ્યો છું એ તો સૌ રત્નોથી મુલ્યવાન છે
એ તો ઉષા છે, ઉજીયારો છે, મારો પોતાનો નિજ પદ છે એ તો ઉષા છે, ઉજીયારો છે, મારો પોતાનો મોક્ષ પદ છે
***
|