________________
અંતર મારું
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે અંતર મારું નિધિયોનો ભંડાર મારો પોતાનો છે એ જ મારો પ્રેમ છે, એ જ મારી હુંફ છે, એમાં જ હું પામું મુજ પ્રેમને, અડોલ એવો આધાર છે
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું સાન્નિધ્ય છે, એ જ મારો સખા છે હું પામું મુજ મિત્રને, અચલ એવો આધાર છે
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું સર્વસ્વ છે, એ જ મારી પૂંજી છે હું પાસું નિજ ધનને, અક્ષય એવો આધાર છે
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું જ્ઞાન છે, એ જ મારી મન-બુદ્ધિનો પ્રાણ છે એ તો પોતે જ્ઞાન-સ્વરૂપ એવો આધાર છે
157