________________
26
પાઠપરંપરામાં વિલીન થઈ. અત્યારે આપણી પાસે જે આગમોનો પાઠ છે તે સુધર્મા સ્વામિનો છે. માટે આગમનો અનુયોગ કરતા તેમને પહેલા નમસ્કાર કરવામાં આવે છે.
આવશ્યક, દશવૈકાલિક, ઓનિયુક્તિ અને પિંડનિર્યુક્તિ આ ચાર મૂળ સૂત્ર છે, પીસ્તાલીસ આગમમાં એક જ આગમ શ્રાવક વાંચી શકે છે. તે છે—આવશ્યક એટલે પ્રતિક્રમણના સૂત્ર. સાધુ ભગવંતોને આગમ ભણવા યોગ કરવા પડે છે તેમ શ્રાવકને આવશ્યક નામનું આગમ ભણવા યોગ કરવા પડે. આ યોગનું નામ ઉપધાન છે. આવશ્યક નામનું આગમ એટલું મહત્વનું છે કે તેની ઉપર શ્રીભદ્રબાહુસૂ.મ. એ એકત્રીસસો શ્લોકની નિયુક્તિ રચી છે, અઢાર હજાર શ્લોકની ચૂર્ણિ છે, બાવીસ હજાર શ્લોકની વૃત્તિ છે. શ્રીજિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે તો ‘વિશેષાવશ્યક' નામનું ભાષ્ય બનાવ્યું છે. (શ્લોક-૨-૩)
દશવૈકાલિકસૂત્રમાં સાધ્વાચારનું વર્ણન છે. દેવોને મેરૂપર્વત પ્રિય છે તેમ સાધુઓને આ સૂત્ર પ્રિય છે. (૪)*
ઓધનિયુક્તિમાં ઓછા શબ્દોમાં સામાચારીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ આગમ સાધુઓને પહેલા દિવસથી જ ભણાવવામાં આવે છે. (૫)
પિંડનિર્યુક્તિમાં સાધુઓને આહાર ગ્રહણ કરતી વખતે લાગતા બેતાલીસ દોષનું વર્ણન કરવામાં આવ્યું છે. (૬)
નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. નાટકની શરૂઆતમાં મંગલરૂપે નાંદી વગાડવામાં આવે છે તેમ આગમની શરૂઆતમાં મંગલરૂપે પાંચજ્ઞાનરૂપ નંદીનું ઉચ્ચારણ કરવામાં આવે છે. (૭)
અનુયોગદ્વાર આગમનું પ્રવેશદ્વાર છે. અનુયોગ એટલે સૂત્રનું અર્થઘટન. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય દ્વારા સૂત્રનો અર્થ નિશ્ચિત થાય છે. (૮)
ઉત્તરાધ્યયનસૂત્ર શાંતરસનું સરોવર છે. ઋષિભાષિતસૂત્રમાં શ્રી નેમનાથભગવાન, શ્રીપાર્શ્વનાથ-ભગવાન, શ્રીમહાવીરસ્વામીભગવાનના
* દરેક કૌંસમાં શ્લોક ક્રમાંક છે.