________________
मुक्तिवादः
४७
(२४) एतेन मूलप्रकृतिपरिणामविशेषो बुद्धिर्महदाख्यः तत्रैवादृष्टं कृत्यादिकञ्च । पुरुषास्तु कूटस्थचैतन्यरूपाः । जन्मधर्मानाश्रयत्वं कौटस्थ्यम् । बुद्धिधर्माः कृत्यादयो बुद्धिपरिणामविशेषेणाहङ्कारेण पुंस्यारोप्यन्ते । तदुक्तम्
મદાવમૂત્મા ઋમિતિ કન્યતે' રૂતિ !
(૨૪) શબ્દાર્થ –આ ખંડન દ્વારા સાંખ્ય મતનું પણ નિરસન થઈ જાય છે. (સાંખ્યમતે) મહતતત્ત્વ નામ ધરાવતી બુદ્ધિ, મૂલ પ્રકૃતિનો વિશેષ પરિણામ છે. તેમાં જ અદષ્ટ અને કૃતિ વગેરે રહે છે. પુરુષો કૂટસ્થ ચૈતન્યરૂપ છે. ફૂટસ્થતા એટલે જન્ય ધર્મોના આશ્રય ન હોવું. કૃતિ વગેરે બુદ્ધિના ધર્મો છે. અહંકાર રૂપ બુદ્ધિના વિશિષ્ટ પરિણામને કારણે પુરુષ પર તેમનો આરોપ થાય છે. કહ્યું છે–“અહંકારથી અતિમૂઢ બનેલો આત્મા–હું કર્તા છું—તેમ માને છે.” બુદ્ધિનો ઉપયોગ જ પુરુષોનો બંધ છે. બુદ્ધિનો લય થવાથી તેનો ઉપરાગ ન થવો તે જ અપવર્ગ છે. આ સાંખ્ય મત નિરસ્ત થઈ જાય છે. કારણ કે–બુદ્ધિ
આ આપત્તિથી બચવા બુદ્ધિ સાદિ છે આવો બીજો વિકલ્પ સ્વીકારશો તો અન્ય આપત્તિ આવશે. બુદ્ધિ સાદિ છે તેથી તેના ધર્મો પણ સાદિ છે. બુદ્ધિ ઉત્પન્ન થયા પછી અદૃષ્ટ ઉત્પન્ન થશે. અષ્ટ ભોગરૂપ ફળ આપે છે. દરેક જીવના ફળભોગ ભિન્ન ભિન્ન છે. કાર્યમાં દેખાતી ભિન્નતાનું કારણ સામગ્રીની ભિન્નતા છે. ભોગનું કારણ અદૃષ્ટ પ્રથમવાર ઉત્પન્ન થાય છે તેમાં કઈ વિશેષતા છે જેને કારણે તે ભિન્ન ભિન્ન પ્રકારના ભોગ ઉત્પન્ન કરે છે ? કારણમાં આ વિશેષતા ક્યાંથી આવે છે ? આ પ્રશ્નનો સંતોષપ્રદ ખુલાસો આપી શકાતો નથી.
પ્રશ્ન :–અદેખનું કારણ આત્માની કૃતિ છે. આ કૃતિ અલગ અલગ પ્રકારની હોવાથી અંદષ્ટમાં વિચિત્રતા આવે છે. તેને કારણે ભોગમાં પણ વિવિધતા આવે છે.
જવાબ :- તુકારના મત પ્રમાણે આ ખુલાસો નબળો છે. કારણ કે તેમના મતે બુદ્ધિ ઉત્પન્ન થયા પછી જ અદૃષ્ટ વગેરે કૃતિ ઉત્પન્ન થાય. શરૂમાં તો બુદ્ધિ હોતી નથી. બુદ્ધિ રૂપ આશ્રયના અભાવમાં કૃતિમાં વૈચિત્ર્ય કેવી રીતે આવશે ? આમ, બુદ્ધિને સાદિ પણ માની શકાતી નથી. તેથી અદેખને બુદ્ધિનો ધર્મ ન માનતા આત્માનો ધર્મ માનવો જોઈએ. આત્મા નિત્ય છે તેથી તેમાં અનાદિ કાળથી રહેલ અદૃષ્ટની વિચિત્રતાથી પુરુષને અલગ અલગ ભોગ પ્રાપ્ત થાય છે. એ સમજાવી શકાય છે.
આ રીતે અષ્ટનાશ જ મોક્ષ છે એ નૈયાયિક મત સિદ્ધ થાય છે.
(૨૪) વિવરણ :-જે દલીલથી વેદાંત મતનું ખંડન થાય છે તે જ દલીલથી સાંખ્યમતનું પણ ખંડન થઈ જાય છે. સાંખ્યમતે પણ અદષ્ટ અને કૃતિ વગેરે બુદ્ધિના ધર્મો છે. સાંખ્યમત મુજબ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ પોતાના ગુણની વિષમતાને કારણે જગતનું ઉપાદાન કારણ બને છે. મૂલ પ્રકૃતિમાંથી મહતત્ત્વ
મે છે. તેનું નામ જ બુદ્ધિ છે. સાંખ્યમતે પુરષો કુટસ્થ ચૈતન્ય રૂપ છે. કુટસ્થ એટલે જેમાં કોઈ અન્ય ધર્મ નથી રહેતા તેવો પદાર્થ. પુરુષ કૂટસ્થ છે તેથી તેમાં અદૃષ્ટ કૃતિ વગેરે જન્ય ધર્મો ન રહી શકે. તેથી બુદ્ધિને જ અદૃષ્ટકૃત્યાદિનો આશ્રય માનવામાં આવે છે.
પ્રશ્ન –અદેષ્ટ વગેરે બુદ્ધિના જ ધર્મો હોય, પુરુષને તેની સાથે કોઈ જ સંબંધ ન હોય તો બંધ અને મોક્ષ બુદ્ધિના જ થશે. પુરુષના નહીં.