________________
मुक्तिवादः
उत्कटद्वेषानुदयात् तथाऽऽत्यन्तिकत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागस्याऽऽनुभविकतया तद्विशिष्टफलार्थितया बहुतरश्रमानुविद्धेऽपि मोक्षोपाये प्रवृत्तिसम्भवात् । उपादेयतानवच्छेदकसरोऽवगाहनपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिफले रागौत्कट्यविरहाद् उक्तस्थले सरोऽवगाहनादौ प्रवृत्तेरयोगात् ।।
(११) केचित्तु दुःखध्वंसस्य कारणान्तरादेव सम्भवेन न तस्य तत्त्वज्ञानजन्यत्वमित्यालोच्य दुःखबीजदुरितनाशस्यैवात्यन्तिकस्य मोक्षरूपतां स्वीकुर्वन्ति । तस्यात्यन्तिकत्वं स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वमेव । भोगजन्ये प्रायश्चित्त
પ્રધાન કરીને ઉત્કટ રાગ થતો અનુભવાય છે માટે આત્યંતિત્વવિશિષ્ટદુઃખધ્વંસરૂપી ફળના અર્થીની ઘણા શ્રમ ધરાવતા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. વૃષ્ટટ્યાદિથી સંતાપ શાંતિ થાય છે. તે સ્થળે સરોવગાહનપૂર્વકત્વ ઉપાદેયતાનું અવચ્છેદક નથી. તેથી તદ્વિશિષ્ટ સંતાપશાંતિમાં ઉત્કટરાગ થતો નથી. માટે સરોવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી.
(૧૧) શબ્દાર્થ –કેટલાક લોકો એમ કહે છે કે–દુ:ખધ્વંસ બીજા કારણથી જ થાય છે તેથી તત્ત્વજ્ઞાન જન્ય નથી.' માટે તેઓ દુઃખના કારણે દુરિતના આત્યંતિક નાશને જ મોક્ષરૂપે સ્વીકારે છે. તે આત્યંતિક છે એટલે પોતાના ( દુરિતનાશના) અધિકરણમાં રહેતા દુરિતનો સમકાલીન નથી. દુરિતનાશનું આત્યંતિક એવું વિશેષણ ભોગથી અને પ્રાયશ્ચિત્તથી થતા દુરિતનાશમાં અતિપ્રસંગનું વારણ કરવા માટે છે.
જવાબ :-સરોવર દૂર છે તેથી ઉપાદેય નથી. સરોવગાહન–વિશિષ્ટસંતાપશાંતિ રૂપ ફળ ઉપાદેય છે. ઉપાદેયતાવચ્છેદક તાદેશઉપાયપૂર્વત્વ છે. સરોવર દૂર હોવાથી ઉપાદેયતાવચ્છેદક બનતું નથી. તેમાં ઉત્કટરાગ જન્મતો નથી. તેથી સરોઅવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી.
(૧૧) વિવરણ –કેટલાક વિદ્વાનોના મતે મોક્ષ દુઃખનિવૃત્તિરૂપ નથી પણ દુઃખનું કારણ દુરિતની નિવૃત્તિ રૂપ છે. જેઓ દુ:ખનિવૃત્તિને મોક્ષ માને છે તેમના મતે મોક્ષ સાક્ષાત્ તત્ત્વજ્ઞાન જન્ય નથી. તત્ત્વજ્ઞાનથી દુરિતનો ક્ષય થાય તેથી દુઃખનિવૃત્તિ થાય. જેઓ દુરિત નિવૃત્તિને મોક્ષ માને છે તેમના મતે મોક્ષ સાક્ષાત્ તત્ત્વજ્ઞાનજન્ય છે. દુઃખધ્વસને બદલે દુરિતધ્વંસને મુક્તિ માનવાનું કારણ એ છે કે-દુ:ખધ્વસ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી. કારણ કે ‘યોગ્યવિભુના વિશેષગુણો સ્વાનંતરોત્પન્ન વિશેષગુણથી નાશ પામે છે.’ આ નિયમના આધારે દુ:ખનો નાશ સ્વાનંતરોત્પન્ન દુ:ખથી જ થાય છે, દુ:ખનાશ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી. આમ તત્ત્વજ્ઞાનની કારણતા વ્યર્થ થઈ જાય છે. તત્ત્વજ્ઞાનની સાર્થકતા માટે દુરિતના નાશને મુક્તિ કહેવી જોઈએ. દુરિત એટલે અષ્ટ, સંસારમાં રહીને પણ આંશિક દુરિતનો નાશ ભોગથી અથવા પ્રાયશ્ચિત્તથી થાય છે. તેથી દુરિતનાશને આત્યંતિકત્વ વિશેષણથી વિશેષિત કરવો જોઈએ. જે આત્મામાં દુરિતનો નાશ થાય છે તેમાં રહેતા દુરિતનો સમકાલીન ન હોય તેવો દુરિતનાશ આત્યંતિક કહેવાય. એક અધિકરણમાં એક કાલે દુરિત અને દુરિતનાશ સાથે ન રહે તેવો દુરિતનાશ આત્યંતિક છે. ભોગથી કે પ્રાયશ્ચિત્તથી દુરિતનાશ થાય છે ત્યારે તે આત્મામાં અન્ય દુરિત હોય છે. આમ તે દુરિતનાશ આત્યંતિક નથી તેથી તેમાં મોક્ષના લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહીં.