________________
२०
मुक्तिवादः
सन्तापशान्त्यादिरूपफलस्य वृष्ट्यादितो निर्वाहप्रतिसन्धाने दूरस्थसरोऽवगाहनादौ तज्जन्यश्रमे बलवद्द्वेषान्न प्रवृत्ति:, तथा दुःखनिवृत्तिमात्रफलस्य लघूपायतो निर्वाहप्रतिसन्धानेनाऽऽत्यन्तिकदुःखनिवृत्तिरूपमोक्षार्थितयाऽपि बहुतरश्रमानुविद्धयोगाभ्यासादौ प्रवृत्त्यनुपपत्तिरिति चेन्न । यथा सुखमात्रस्य लघूपायत्वप्रतिसन्धानेऽपि दुःखासम्भिन्नसुखरूपस्वर्गार्थितया बहुवित्तव्ययायाससाध्ययागादावपि प्रवर्तन्ते दुःखासम्भिन्नत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागसम्भवात् बहुवित्तव्ययायासादौ
થનારા શ્રમમાં બવવદ્ દ્વેષથી પ્રવૃત્તિ ન થાય. તેમ છતાં વિશેષ્ય ‘સંતાપશાંતિરૂપ ફળનો નિર્વાહ વૃષ્ટિ વગેરેથી થાય છે' એવું જ્ઞાન થતાં દૂર રહેલા સરોવરના અવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી. કેમકે સરોવરના અવગાહનમાં બલવાન દ્વેષ જન્મે છે. તે રીતે એકલી દુઃખનિવૃત્તિ રૂપ ફળનું સહેલા ઉપાયથી રિજ્ઞાન થતા આત્યંતિક દુઃખનિવૃત્તિરૂપ મોક્ષની ઇચ્છા ધરાવતી વ્યક્તિ પણ ઘણા શ્રમથી સાધ્ય યોગાભ્યાસ વગેરેમાં પ્રવૃત્તિ નહીં કરે.
ઉત્તરપક્ષ :–એકલું સુખ સહેલા ઉપાયથી સાધ્ય છે. તેવું પરિશાન થવા છતાં દુઃખાસંભિન્ન સુખરૂપ સ્વર્ગની ઇચ્છાથી ઘણા પૈસા અને શ્રમથી સાધ્ય યાગાદિમાં પણ લોકો પ્રવૃત્તિ કરે છે, કારણ કે સુખમાં દુઃખાસંભિન્નત્વરૂપ વિશેષણને પ્રધાન કરીને ઉત્કટ રાગ થાય છે અને ઘણા પૈસા અને શ્રમ વગેરેમાં ઉત્કટ દ્વેષ જાગતો નથી. તે જ રીતે આત્યંતિકત્વરૂપ વિશેષણને
આત્યંતિકત્વ વિશેષણ છે. એકલું વિશેષ્યરૂપ ફળ અલ્પ પ્રયત્નથી સાધ્ય છે એવું જ્ઞાન થાય તો ઘણા પ્રયત્નથી સાધ્ય વિશિષ્ટ ફળના ઉપાયમાં પ્રવૃત્તિ નહીં થાય. એકલી દુ:ખનિવૃત્તિ અલ્પ પ્રયત્નથી સાધ્ય છે. આત્યંતિકી દુ:ખનિવૃત્તિ માટે યોગ અભ્યાસ વગેરે ઘણા પ્રયાસ કરવા પડે છે માટે તેમાં પ્રવૃત્તિ થશે નહીં. આ પૂર્વપક્ષનો આશય છે.
ઉત્તરપક્ષનો આશય આ પ્રમાણે છે. પ્રવૃત્તિનું કારણ અલ્પાયાસસાધ્યત્વ નથી પણ ઉત્કટઇચ્છા વિષયત્વ છે. જે ફળ થોડી મહેનતથી મળે તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે એ નિયમ નથી. જેની ઉત્કટ ઇચ્છા હોય તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. ઉત્કટેચ્છાનો વિષય ઘણા પ્રયત્નથી સાધ્ય હોય તો પણ પ્રવૃત્તિ થાય છે. દાખલા તરીકે :- એકલું સુખ નાની મોટી મહેનત કરવાથી મળી રહે છે છતાં દુઃખવગરનું સુખ સ્વર્ગ છે તેને પામવા માટે લોકો ઘણી મહેનત કરીને ખૂબ પૈસા ખરચીને યજ્ઞ કરે છે. એટલે વિશેષ્ય લઘુ આયાસ સાધ્ય છે, વિશેષણ બાહ્નાયાસ સાધ્ય છે છતાં વિશિષ્ટમાં પ્રવૃત્તિ થાય છે. તેનું કારણ દુઃખાસંભિન્નત્વ એ વિશેષણમાં ઉત્કટ રાગ છે. આ ઉત્કટ રાગને કારણે બહ્વાયાસસાધ્યત્વને કારણે જન્મતો બલવાન્ દ્વેષ દબાઈ જાય છે, તેથી પ્રવૃત્તિ થાય છે. આ જ પ્રમાણે દુઃખનિવૃત્તિના આત્યંતિકત્વ વિશેષણમાં ઉત્કટ રાગ થાય તે સહજ છે અને અનુભવાય છે. આ રાગ યોગાભ્યાસાદિ વગેરે ઘણા શ્રમથી સાધ્ય હોવા છતાં તેમાં દ્વેષ થવા દેતો નથી માટે પ્રવૃત્તિ થાય છે.
પ્રશ્ન :—આ રીતે જો બહુ આયાસ સાધ્ય વિશિષ્ટ સુખના ઉપાયમાં પણ પ્રવૃત્તિ થતી હોય તો દૂરસ્થ સરોવગાહનમાં પણ પ્રવૃત્તિ થવી જોઈએ.