________________
मुक्तिवादः
विमुक्तश्चरति" "अशरीरं वा वसन्तं न प्रियाप्रिये स्पृशत" इत्यादिश्रुति - वाक्यानि च तत्त्वज्ञानवतां दुःखात्यन्तविमुक्तिबोधकानि विमुक्तिप्रयोजकत्वपराण्येवेति ।
१६
(८) यत्तु दुःखानुत्पाद एव मोक्षः, स च प्रागभावरूपतयाऽजन्योऽपि तत्त्वज्ञानादिसाध्य:, [ योग क्षेमसाधारणसाधनताज्ञानस्यैव च प्रवर्तकत्त्वम्, 'दुःखं मे मा भूद्' इत्युद्दिश्य वैदिके प्रायश्चित्तादौ लौकिके चाहिकण्टकापनयनादौ
‘દુ:ઘેનાત્યાં વિમુત્તશ્રૃતિ' ‘ઞશરીર વા વસતં પ્રિયાપ્રિયે ન સ્પૃશત:' વગેરે શ્રુતિવાક્યો ‘તત્ત્વજ્ઞાનીઓને દુઃખથી અત્યંત મુક્તિ મળે છે,' એ જણાવે છે, તે વિમુક્તિના પ્રયોજકત્વને જ જણાવે છે.
(૮) શબ્દાર્થ :–વળી જે પ્રાભાકરોનો મત છે કે–દુઃખની અનુત્પત્તિ જ મોક્ષ છે. તે પ્રાગભાવ રૂપ હોવાથી અજન્ય છે છતાં તત્ત્વજ્ઞાન આદિથી સાધ્ય છે. (ઇષ્ટ સાધનતા જ્ઞાનની જેમ) ક્ષેમસાધનતાજ્ઞાનમાં પણ પ્રવર્તકત્વ છે. ‘મને દુઃખ ન આવે' આ ઉદ્દેશ્યથી પ્રાયશ્ચિત વગેરે વૈદિક
સ્પૃશત:' (તત્ત્વજ્ઞાનથી શરીરરહિત અવસ્થા પામેલ આત્માને સુખદુઃખ સ્પર્શતા નથી.) આ શ્રુતિમાં પણ તત્ત્વજ્ઞાનની કારણતા જ દર્શાવી છે.
જવાબ :–ઉપરોક્ત શ્રુતિઓ તત્ત્વજ્ઞાનની કારણતાનો બોધ કરાવતી નથી પરંતુ પ્રયોજકતા જ દર્શાવે છે. શ્રુતિથી પ્રયોજકતાનો બોધ થવામાં કોઈ આપત્તિ નથી.
(૮) વિવરણ :–દુ:ખધ્વંસ મુક્તિ છે તે નૈયાયિકોનો મત છે. મીમાંસા દર્શનની મુખ્ય ત્રણ શાખાઓ છે. પ્રાભાકર, કુમારિલ ભટ્ટ, મુરારી મિશ્ર. તેમાં પ્રાભાકરો મુક્તિને દુઃખÜસરૂપ ન માનતાં દુઃખપ્રાગભાવરૂપ માને છે. (મંગલ વિઘ્નધ્વંસનું કારણ છે તે નવ્ય નૈયાયિકોનો મત છે. મંગલ વિઘ્નપ્રાગભાવનું કારણ છે તે પ્રાભાકરોનો મત છે.) દુઃખપ્રાગભાવને મુક્તિ માનવામાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે—પ્રાગભાવ અજન્ય છે. અજન્ય પદાર્થ સાધ્ય કે કાર્ય ન હોય, જ્યારે મુક્તિ તો સાધ્ય છે. પ્રાગભાવ રૂપ મુક્તિ તત્ત્વજ્ઞાનથી સાધ્ય કેવી રીતે બને ? પ્રવૃત્તિ પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. મોક્ષ ઇષ્ટ છે અને તત્ત્વજ્ઞાન તેનું સાધન છે—આવું જ્ઞાન થાય તો તત્ત્વજ્ઞાનમાં પ્રવૃત્તિ થાય. મોક્ષ પ્રત્યે તત્ત્વજ્ઞાનની સાધનતાનું જ્ઞાન શક્ય જ નથી કારણ કે—મોક્ષ દુઃખપ્રાગભાવ રૂપ હોવાથી અજન્ય છે. તે તત્ત્વજ્ઞાન સાધ્ય નથી માટે મોક્ષના ઉપાય તરીકે તત્ત્વજ્ઞાનમાં પ્રવૃત્તિનો સંભવ નથી. આ પ્રશ્નનો ઉત્તર પ્રાભાકરો એ રીતે આપે છે કે પ્રવૃત્તિની પ્રત્યે એકલું ઇષ્ટસાધનતાજ્ઞાન કારણ નથી. ઇષ્ટસાધનતાજ્ઞાનની જેમ ક્ષેમસાધનતાજ્ઞાન પણ પ્રવૃત્તિનું કારણ છે. ક્ષેમ એટલે પ્રાપ્તની રક્ષા. ધનાદિમાં પ્રવૃત્તિ થાય છે તેનું કારણ ઇષ્ટની જેમ ક્ષેમની સાધનતાનું જ્ઞાન પણ છે. અપ્રાપ્તની પ્રાપ્તિમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. પ્રાપ્તની રક્ષામાં ક્ષેમસાધનતાનું જ્ઞાન કારણ છે.
પ્રશ્ન :–સુખ કે દુઃખÜસને ઇષ્ટ ગણીને તેના સાધનમાં બુદ્ધિમાન લોકો પ્રવૃત્તિ કરે છે. દુઃખપ્રાગભાવને ઉદ્દેશીને પ્રવૃત્તિ થતી નથી. માટે ક્ષેમસાધનતાજ્ઞાન પણ પ્રવૃત્તિમાં કારણ છે એવું કઈ રીતે કહી શકાય ?
ઉત્તર ઃ–ગોવધ કરનારને તજ્જન્ય અધર્મજન્ય દુઃખ અત્યારે તો નથી છતાં ભવિષ્યમાં ન થાય તે