________________
मुक्तिवादः
माभूद्वा तादृशमुक्तित्वावच्छिन्नं प्रति कारणता तथापि तदवच्छिन्ने तत्त्वज्ञानस्य प्रयोजकत्वं दुर्वारमेव, तत्त्वज्ञानं विना पापप्रवाहविच्छेदस्यासम्भवेन दुःखानुवृत्तेरावश्यकतया दुःखध्वंसे दुःखासमानकालीनत्वानिर्वाहात् । येन विना यद्धर्मावच्छिन्नानिर्वाहस्तस्यैव तदवच्छिन्नप्रयोजकत्वात् । प्रयोजकत्वञ्च स्वरूपसम्बन्धविशेषः । इष्टप्रयोजकत्वज्ञानमेवोपायेच्छाहेतुरिति मुमुक्षया तत्त्वज्ञानेच्छानिर्वाहः । “दुःखेनात्यन्तं
१५
અથવા તો તેવી આત્યંતિકત્વ વિશેષણ વિશિષ્ટ મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિ) પ્રત્યે (તત્ત્વજ્ઞાનની) કારણતા નથી તેવું માની લઈએ તેમ છતાં મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિરૂપ કાર્યનું) પ્રયોજક તો તત્ત્વજ્ઞાન બની જ શકે છે. તત્ત્વજ્ઞાન વિના પાપની પરંપરાનો વિચ્છેદ થવો અસંભવ છે. પાપપરંપરાનો વિચ્છેદ ન થાય તો દુઃખની અનુવૃત્તિ ચાલુ રહે. દુઃખની અનુવૃત્તિ ચાલુ રહે તો દુઃખÜસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ શકે નહીં. (માટે તત્ત્વજ્ઞાન આત્યંતિક દુઃખધ્વંસનું પ્રયોજક છે). જેના વિના યુદ્ધર્માવચ્છિન્નનો નિર્વાહ ન થાય તે જ તદવચ્છિન્નનો પ્રયોજક બને. અને પ્રયોજકત્વ સ્વરૂપસંબંધવિશેષ રૂપ છે. ઇષ્ટપ્રયોજકત્વજ્ઞાન જ ઉપાયઇચ્છાનો હેતુ છે. તેથી મોક્ષની ઇચ્છા દ્વારા તત્ત્વજ્ઞાનની ઇચ્છાનો નિર્વાહ થાય છે.
પરંપરયા મુક્તિનું નિર્વાહક છે. તત્ત્વજ્ઞાનથી પાપપ્રવાહનો વિચ્છેદ થાય છે. પાપપ્રવાહનો વિચ્છેદ થવાથી દુઃખની અનુવૃત્તિ અટકે છે. તેથી ચરમદુઃખધ્વંસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ શકે છે. આમ પરંપરાએ કારણ બનીને તત્ત્વજ્ઞાન આત્યંતિકદુઃખનિવૃત્તિનું સાધક છે માટે પ્રયોજક બનવામાં કોઈ બાધ નથી. પ્રયોજકત્વની પરિભાષા એ છે કે—જેના વિના જેનો નિર્વાહ ન થાય તે તેનું પ્રયોજક કહેવાય. તત્ત્વજ્ઞાન વિના દુઃખÜસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થતો નથી માટે તત્ત્વજ્ઞાન દુઃખાસમાનકાલીનત્વવિશિષ્ટ દુ:ખધ્વંસનું પ્રયોજન છે.
પ્રશ્ન :–પ્રયોજકત્વની પરિભાષા તો સ્પષ્ટ થઈ પણ તત્ત્વજ્ઞાનમાં કે અન્ય પ્રયોજકોમાં રહેતી પ્રયોજકતા પદાર્થ કિંસ્વરૂપ છે ?
જવાબ :–પ્રયોજકતા તે તે પદાર્થના સ્વરૂપવિશેષ રૂપ જ છે. વિષયતા, વિશેષણતા વગેરેની જેમ પ્રયોજકતા પણ એક પ્રકારનો સ્વરૂપસંબંધ છે.
‘ર્ડામાવાવું ધામાવ:' આ સ્થળે દંડાભાવ પદોત્તર પંચમી વિભક્તિનો અર્થ કારણતા નથી કારણ કે અભાવ કોઈનું કારણ બની શકતો નથી. આથી અહીં પંચમી વિભક્તિનો અર્થ પ્રયુક્તત્વ કરવામાં આવે છે. ઘટાભાવનો નિર્વાહ દંડાભાવ વિના થતો નથી માટે દંડાભાવ ઘટાભાવનો પ્રયોજક છે. આમ ટુન્ડાભાવપ્રયુધામાવ: આવો અન્વયબોધ થાય છે. દંડાભાવમાં રહેલી પ્રયોજકતા દંડાભાવ સ્વરૂપ જ છે. દંડાભાવથી અતિરિક્ત રૂપે પ્રયોજકતાને સમજાવી શકાતી નથી માટે આ પ્રયોજકતા સ્વરૂપસંબંધ રૂપ છે.
પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન મુક્તિનું કારણ ન હોય અને પ્રયોજક હોય તો તત્ત્વજ્ઞાનને મુક્તિનું કારણ દર્શાવતી શ્રુતિઓ અપ્રમાણિક ઠરશે. ‘દુઃહેનાત્યન્ત વિમુક્ત્તશ્ર્વરતિ' (તત્ત્વજ્ઞાની દુઃખથી અત્યંત મુક્ત રહે છે.) આ શ્રુતિમાં તત્ત્વજ્ઞાનને આત્યંતિક દુઃખાભાવનું કારણ દર્શાવ્યું છે. ‘અશરીર વાવમાં પ્રિયાપ્રિયે ન