________________
मुक्तिवादः
किन्तु दुःखं मे माभूदित्युद्दिश्य स्वत एव बहुतरदुःखजर्जरकलेवरा दुःखाभावमुद्दिश्य मरणे प्रवर्तमाना दृश्यन्ते ।
(६) अथ दुःखनिवृत्तिः दुःखस्य ध्वंसरूपोऽभावः, न तु प्रागभावात्यन्ताभावौ नित्यत्वेनाऽसाध्यत्वात्, ध्वंसस्य चाऽनन्तरोत्पन्नविशेषगुणादेव सम्भवेन न तत्त्वज्ञानाद्युपयोगः । ननु स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनत्वरूपात्यन्तिकत्वाविशेषितदुःखध्वंसत्वरूपापवर्गत्वावच्छिन्नत्वस्य तत्त्वज्ञाननिरपेक्षकारणान्तरान्न
१२
નથી. પરંતુ ‘મને દુઃખ ન થાય' એ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરે છે. (એ માટે) ઘણા દુઃખોથી જર્જરિત શરીરવાળા લોકો દુઃખાભાવને ઉદ્દેશીને જાતે જ મરણમાં પ્રવૃત્તિ કરતા દેખાય છે.
(૬) શબ્દાર્થ :—પૂર્વપક્ષ :–દુઃખનિવૃત્તિ એટલે દુઃખનો ધ્વંસરૂપ અભાવ. દુઃખનો પ્રાગભાવ કે દુ:ખનો અત્યંતાભાવ દુઃખનિવૃત્તિ હોઈ ન શકે, કારણ કે તે બન્ને નિત્ય હોવાથી સાધ્ય નથી. દુઃખનો ધ્વંસ પોતાની પછી ઉત્પન્ન થનારા વિશેષ ગુણથી જ થાય છે તેથી દુઃખÜસ માટે તત્ત્વજ્ઞાન ઉપયોગી નથી.
નહીં. શરીરની પીડાથી કંટાળીને આત્મહત્યા કરવા પ્રવૃત્ત થતી વ્યક્તિની અપેક્ષા એ નથી હોતી કે ‘મને મારા દુઃખોની મુક્તિનું જ્ઞાન થાય.’ તેનું ઉદ્દેશ્ય કેવળ દુઃખાભાવ જ હોય છે. આમ દુઃખાભાવનું જ્ઞાન ઉદ્દેશ્ય બની શકતું નથી. દુઃખાભાવ જ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય છે. માટે મુક્તિ પણ દુ:ખાભાવ રૂપ જ હોવી ઘટે.
(૬) વિવરણ :–દુઃખનિવૃત્તિ એટલે દુઃખનો અભાવ. ચાર પ્રકારના અભાવમાંથી અન્યોન્યાભાવ સિવાયના ત્રણ અભાવો પૈકી એક પ્રકારનો અભાવ દુઃખપ્રતિયોગિક કહી શકાશે. મુક્તિ; દુઃખપ્રાગભાવરૂપ, દુઃખÜસરૂપ કે દુઃખાતંતાભાવરૂપ માની શકાય. તેમાં દુ:ખનો પ્રાગભાવ કે અત્યંતાભાવ મુક્તિ બની શકે નહીં, કેમ કે—આ બંને અભાવ અજન્ય છે; જ્યારે મુક્તિ જન્ય છે. અજન્ય વસ્તુ કાર્ય કે સાધ્ય હોતી નથી. આથી દુઃખÜસને જ મુક્તિ કહેવી રહી. દુઃખ આત્માનો વિશેષ ગુણ છે. યોગ્ય વિભુના વિશેષ ગુણ સ્વાનંતરોત્પન્ન વિશેષગુણથી જ નાશ પામે છે. તેથી દુઃખÜસ માટે તત્ત્વજ્ઞાન ઉપયોગી નથી.
નનુ ઇત્યાદિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ શંકા ગ્રંથનું તાત્પર્ય એ છે કે—અચરમ દુઃખનો ધ્વંસ સ્વાનંતરોત્પન્ન દુઃખ દ્વારા થાય, પણ ચરમ દુઃખમાં ઉપરોક્ત નિયમ લાગુ પાડી શકાતો નથી. તે માટે તત્ત્વજ્ઞાન આવશ્યક છે. જે દુઃખધ્વંસ પછી બીજું દુઃખ ઉત્પન્ન થવાનું નથી. તેવા દુઃખધ્વંસને આત્યંતિક દુ:ખધ્વંસ કહેવાય છે.
આત્યંતિકત્વની પરિભાષા આ પ્રકારે છે—‘સ્વસમાન ધિરળવુ:સ્વપ્રમાવાસમાનાીનત્વમ્' દુ:ખ આત્મામાં રહે છે. દુઃખધ્વંસનું અધિકરણ પણ આત્મા છે. ભવિષ્યમાં જે દુઃખ ઉત્પન્ન થવાનું હોય તેનો પ્રાગભાવ આત્મામાં રહે. આત્મામાં દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ સમાન કાલે રહે તે દુઃખધ્વંસ આંશિક અથવા અનાત્યંતિક હોય છે. દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ સમાન કાળે ન રહે એટલે ભવિષ્યમાં એક પણ દુઃખ ઉત્પન્ન થવાનું ન હોય તેવો દુઃખÜસ આત્યંતિક કહેવાય. આત્યંતિક દુઃખધ્વંસ પછી દુઃખાંતર હોતું