________________
પ્રકાશકીય
વિદ્વદ્ જગત સમક્ષ ‘મુક્તિવાદ’નો અનુવાદ રજૂ કરતા અમને આનંદનો અનુભવ થાય છે. શ્રુતભવન સંશોધન કેન્દ્રના ઉપક્રમે ચાલતી શ્રુતસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં અભ્યાસ ઉપયોગી ગ્રંથોના અનુવાદનું પ્રકાશન પણ સમાય છે. ‘મુક્તિવાદ’માં વિવિધ દર્શનો મોક્ષની વ્યાખ્યા શું કરે છે તેની ચર્ચા કરવામાં આવી છે. જૈન દાર્શનિક પ્રકરણોમાં પણ આ પ્રકારની ચર્ચા વ્યાપકપણે જોવા મળે છે. આથી તુલનાત્મક અભ્યાસ કરવા આ ગ્રંથ અને અનુવાદ અતિ ઉપયોગી સાબિત થશે.
આ અનુવાદ અનેક દૃષ્ટિએ સમૃદ્ધ છે. દાર્શનિક જગતમાં તે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે એવો અમને વિશ્વાસ છે.
આ તબક્કે અમે પૂર્વપ્રકાશકો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ
છીએ.
શ્રુતભવન સંશોધન કેંદ્ર, પુણેની સંપૂર્ણ ગતિવિધિઓના મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી શ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર અને ભાઈશ્રી (ઈન્ટરનેશનલ જૈન ફાઉન્ડેશન, મુંબઈ) પરિવારના અમે હંમેશા ઋણી છીએ.
- ભરતભાઈ શાહ
માનદ અધ્યક્ષ