________________
प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः
२०७
(१४) चन्द्रचूडवपुषः सतः पार्वत्यालिङ्गनमिति कापालिकाः । (१५) पूर्णात्मतालाभ इति प्रत्यभिज्ञावादिनोऽभिनवगुप्तपादाः । (१६) पारदरसपानेन देहस्थैर्य जीवन्मुक्तिरेव मोक्ष इति रसेश्वरवादिनो गोविन्द
भगवत्पादाचार्यादयः । (१७) पराख्यप्रथमवाणीदर्शनं मोक्ष इति वैयाकरणाः । (१८) प्रकृत्युपरमे पुरुषस्य स्वरूपेणावस्थानं मुक्तिरिति साङ्ख्याः । (१९) पुरुषस्य कैवल्येनावस्थानं कैवल्यमिति पातञ्जला इति ।
एतेषां मण्डनखण्डनप्रकारस्तु सुधीभिस्तत्तद्ग्रन्थेषु स्वयमूहनीयः ।
સંબંધ છે.) જે જીવો કૃષ્ણમય બને છે તે કૃષ્ણનો જ અંશ બની જાય છે. કૃષ્ણના અંશભૂત જીવોનો કૃષ્ણની સાથે ગોલોકમાં લીલાનો અનુભવ કરવો તે મોક્ષ છે.
(૧૪) શૈવમતના કાપાલિકોના મતે મોક્ષ એટલે ચંદ્રચૂડ = શંકરનું શરીર ધારણ કરી પાર્વતીનું આલિંગન અનુભવવું.
(૧૫) કાશ્મીર શૈવમતના પ્રત્યભિજ્ઞાવાદી અભિનવ ગુપ્ત કહે છે કે–પૂર્ણાત્મસ્વભાવની પ્રાપ્તિ મોક્ષ છે.
(૧૬) રસેશ્વરવાદી ગોવિંદભગવત્પાદ (જે ઔષધિશાસ્ત્રના જ્ઞાતા છે)ના મત મુજબ પારાનો રસ પીવાથી દેહ સ્થિર થાય છે. દેહની સ્થિરતા જ જીવંતમુક્તિ છે.
(૧૭) વૈયાકરણો ચાર પ્રકારની વાણી (પરા પયૅતી મધ્યમા, વૈખરી )માં પહેલી પરા નામની વાણીનું દર્શન થવું એ જ મોક્ષ છે–એમ કહે છે.
(૧૮) સાંખ્યો કહે છે–પ્રકૃતિનો વિલય થતાં પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તે મુક્તિ છે.
(૧૯) પાતંજલ યોગદર્શનવાદી કહે છે કે પ્રકૃતિનો વિયોગ થતાં પુરુષ એકલો=પ્રકૃતિથી વિભક્ત રહે છે. પુરુષની આ કેવલતા જ મોક્ષ છે. તેને કૈવલ્ય સંજ્ઞા આપવામાં આવી છે.
આ તમામ મતોમાં ખંડનમંડન છે. તે વિદ્વાનોએ તે તે દર્શનોના ગ્રંથનું અવગાહન કરી સ્વયં વિચારી લેવું.
આ પ્રમાણે પ્રાચીન નવીન મુક્તિપદના અર્થનો સંક્ષેપ સમાપ્ત થયો.