________________
१८२
मुक्तिवादः
बौद्धास्त्विति । बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा सा मुक्तिरित्यकीर्तयन् । यथोक्तं
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः, पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वाद्विशिष्टभावनात एव तेषां विसभागपरिक्षये प्रवृत्तेः । तेषामन्वयिनं त्रिकालानुगतात्मलक्षणमाधारं विना एषा
આલયવિજ્ઞાનધારા કહેવાય છે
બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા : આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિવિજ્ઞાનધારા છે અને તાદેશ બાહ્ય વિષય સ્વરૂપ શેયના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહ(હું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદેવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુષુખ્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુણ્યવસ્થા પછી જાગ્રદેવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુક્તિ છે. તેથી સુષુપ્તિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કેરાગાદિક્લેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિક્લેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે.”
મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.' - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિભાગનો (સંક્લેશનો) પરિક્ષય, સર્વ દુઃવું દુઃર્વમ્, સર્વ ક્ષણ ક્ષણમ્ સર્વ વસ્તક્ષi
સ્વત્તક્ષમ્ અને સર્વ શૂન્ય શૂન્યમ્ આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે...આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? ‘વિજ્ઞાનની સંતતિ- (ધારા પરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે – આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી નથી. પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો નથી. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઈ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસંગત થશે. કાલ્પનિક એવી