________________
न्यायालोकः
१६३
(२५) यत्त्वात्ममनोयोगादिनाशादेव मुक्तौ ज्ञानसुखादिनाश इति, तन्न, आत्ममनोयोगादिनाशस्य स्वप्रतियोगिजन्यज्ञानसुखादिनाशकत्वे ज्ञानसुखादीनां बहुक्षणावस्थायिताप्रसङ्गेन परस्य सिद्धान्तभङ्गप्रसङ्गात् ।
(२६) ऋजुसूत्रनयावलम्बिनस्त्वाहुः अखण्डज्ञानसुखसन्ततिरेव मोक्षः । न च सन्तत्यनुपपत्तिः, पूर्वपूर्वक्षणानामुत्तरोत्तरज्ञानोपादानत्वेन तदुपपत्तेः । न च संसारिषु सुषुप्त्याद्यवस्थायां ज्ञानादिविच्छेदात् सन्ततिविच्छेदः, तदाप्यव्यक्तज्ञानोपगमात् । न
મુક્તિ અવસ્થામાં રહેલ મુક્તિપૂર્વક્ષણોત્પન્ન ચરમ જ્ઞાન આદિ સ્વયં મુક્તિપૂર્વક્ષણોત્પન્ન ચરમ જ્ઞાનાદિના નાશક નહીં બની શકે અને અન્ય કોઈ વિશેષ ગુણની મુક્તિમાં ઉત્પત્તિ થતી નથી, કે જે ચરમ જ્ઞાનાદિનો નાશ કરી શકે. આ રીતે મુક્તિમાં પૂર્વકાલીન સુખ, જ્ઞાન આદિ ગુણ અબાધિત રહેવાથી મુક્તિ વિજ્ઞાનાનંદમય સિદ્ધ થાય છે.
(૨૫) યજ્વળ | અમુક નૈયાયિકોનું એવું કથન છે કે–આત્મમનોયોગ વગેરેના નાશથી જ મુક્તિમાં જ્ઞાન, સુખ વગેરેનો નાશ થાય છે. આથી મુક્તિને ચિદાનંદમય માની નહીં શકાય.પરંતુ આ વાત યોગ્ય નથી, કારણ કે જે આત્મમનઃસંયોગથી જ્ઞાન, સુખ વગેરે ઉત્પન્ન થાય છે તે જ્ઞાન, સુખ વગેરેનો તે આત્મમનઃસંયોગના નાશથી નાશ માનવો પડશે. ગમે તે આત્મમનઃસંયોગથી તો ગમે તે જ્ઞાન, સુખ વગેરેનો નાશ તો માની ના જ શકાય, કારણ કે જ્યારે જ્યારે જ્ઞાન, સુખ વગેરે ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે પૂર્વઆત્મમનઃસંયોગનો નાશ હાજર હોવાથી ઉત્પન્ન થયેલ છે તે જ્ઞાન આદિ ગુણોનો બીજા સમયે જ નાશ થઈ જવાની આપત્તિ આવશે. આથી નાશના પ્રતિયોગી એવા આત્મમનઃસંયોગથી જન્ય જ્ઞાન, સુખ આદિ ગુણોનો સ્વજનક આત્મમનઃસંયોગના નાશથી નાશ માનવો પડશે. જો તેમ માનવામાં આવે તો જ્ઞાન, સુખ વગેરે ગુણો ઘણા કાળ સુધી સ્થિર રહેવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાનાદિજનક આત્મમનઃસંયોગનો તૃતીય ક્ષણે નાશ થતો નથી. ઉત્સર્ગથી તે આત્મમનસંયોગ ચાર ક્ષણ રહેવાથી તેની દ્વિતીયક્ષણે ઉત્પન્ન થનાર જ્ઞાનાદિને પણ ચાર ક્ષણ સ્થિર રહેવાની આપત્તિ આવશે. આવું માનવામાં તો નૈયાયિકને અપસિદ્ધાન્ત દોષ આવશે.
મોક્ષ અખંડજ્ઞાન સંતાનસ્વરૂપ છે–ઋજુસૂત્રનય (૨૬) ત્ર | ઋજુસૂત્રનયના અનુયાયીનું એવું કથન છે કે–“અખંડ જ્ઞાન-સુખની સંતતિ એ જ મોક્ષ છે. જ્ઞાન-સુખ ક્ષણિક હોવા છતાં તેના પ્રવાહનો ઉચ્છેદ થવાની આપત્તિ નહીં આવે, કારણ કે પૂર્વ પૂર્વની જ્ઞાન ક્ષણો જ ઉત્તર ઉત્તર જ્ઞાન ક્ષણોનું ઉપાદાન કારણ =અંતરંગ કારણ હોવાથી પૂર્વજ્ઞાન ક્ષણ દ્વારા દ્વિતીય જ્ઞાનક્ષણ, તેના દ્વારા તૃતીય જ્ઞાનક્ષણ આ રીતે નૂતન ક્ષણિક જ્ઞાનક્ષણોની ધારા સર્વદા ચાલતી રહેશે.-સંસાર અવસ્થામાં નિદ્રા, મૂર્છા વગેરે અવસ્થામાં જ્ઞાનાદિનો વિચ્છેદ થવાથી જ્ઞાનાદિસંતાન અટકી પડશે.-આવી શંકા ન કરવી, કારણ કે નિદ્રા વગેરે અવસ્થામાં પણ અવ્યક્ત જ્ઞાનની ધારા ચાલતી હોવાથી જ્ઞાનાદિસંતાનનો વિચ્છેદ તે અવસ્થામાં અસિદ્ધ છે.-જો નિદ્રા અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉત્પન્ન થતા હોય તો જાગૃત અવસ્થા