________________
१२२
मुक्तिवादः
(४३) उच्यते । कर्मणो भोगनाश्यत्वेऽपि ज्ञानस्य कर्मनाशकत्वम्, भोगस्य तत्त्वज्ञानव्यापारत्वात् । न च भोगमात्रस्यैव कर्मनाशे सामर्थ्यात्तत्त्वज्ञानव्यभिचारः, कर्मप्रागभावासहवृत्तिकर्मनाशे युगपत्कर्मभोगे वाऽव्यभिचारात् । अत एवानुमानेनागमबाधाप्रयोजकत्वेन च श्रुतिवाक्यशेषे मानाभावः । उत्पन्नतत्त्वज्ञानस्यापवर्गविलम्बोपपादनार्थं उक्तरीत्या भोगस्यैवाक्षेपादिति, तदस्यापवर्गस्य परमपुरुषार्थस्य श्रुतिसिद्धं कारणमनुमानमिति विविक्तम् ॥
इति श्रीमहामहोपाध्याय-श्रीगडेशविरचिते तत्त्वचिन्तामणौ अनुमानाख्यद्वितीयखण्डे ईश्वरानुमानम् । समाप्तञ्च द्वितीयमनुमानखण्डम् ॥
(૪૩) આના પર કહેવાય છે–કર્મ ભોગથી નષ્ટ થવાથી પણ જ્ઞાન કર્મનું નાશક છે. કારણ કે ભોગ તત્ત્વજ્ઞાનનો વ્યાપાર છે. ભોગ માત્ર જ કર્મના નાશક થવાથી તત્ત્વજ્ઞાનમાં વ્યભિચાર છે, એવું નથી, કારણ કે કર્મ પ્રાગભાવની સાથે ન રહેવાવાળા કર્મનાશમાં અથવા એક સાથે કર્મભોગ થવામાં વ્યભિચાર નથી. તેથી અનુમાનથી આગમબાધા પ્રયોજકના રૂપમાં શ્રુતિવાક્યના ભાગમાં કોઈ પ્રમાણ નથી. ઉત્પન્ન તત્ત્વજ્ઞાનવાળાને અપવર્ગની પ્રાપ્તિના વિલંબનાં કારણના રૂપમાં ભોગનો જ આક્ષેપ કરવામાં આવે છે. આ પ્રકારે) તે પરમ પુરુષાર્થ અપવર્ગનું શ્રુતિસિદ્ધ કારણ અનુમાન છે, તેની વિવેચના કરવામાં આવી છે.
આ પ્રકારે મહામહોપાધ્યાય શ્રી ગંગેશ વિરચિત તત્ત્વચિન્તામણિના અનુમાનનામક દ્વિતીય ખંડમાં ઈશ્વરાનુમાન
સમાપ્ત થયું. અને દ્વિતીય અનુમાનખંડ
સમાપ્ત થયો.
* પ્રસ્તુત અનુવાદની જવાબદારી અનુવાદકની છે.