________________
मुक्तिवादः
तस्य सत्त्वे च पापमादायैव तस्य दुःखोत्पादकत्वनियमात् प्रायश्चित्ते सत्यपि गलेपादिकया पापावस्थानमिति न ततः पापनाश इति चेत् । न । प्रागभावस्यासत्त्वेऽपि दुःखसाधनजातीयनाशस्य पुरुषार्थत्वात्, सत्त्वेऽपि पापान्तरमादायापि तस्य दुःखजनकत्वसम्भवात् । प्रायश्चित्तात्पापनाशः स्यादेवेति प्रागभावसत्त्वासत्त्वसन्देहेऽपि प्रायश्चित्तादौ प्रवृत्तिरप्रत्यूहैवेति ।
९७
(१०) उच्यते । तत्र दुःखप्रागभावोऽस्त्येव तस्यैव दुःखानुत्पादरूपत्वेन पुरुषार्थत्वात् । स च पापनाशद्वारा प्रायश्चित्तसाध्य इति प्रागभावसत्त्वेऽपि न निष्फलं प्रायश्चित्तम् । (शं) तेन प्रागभावेन दुःखमवश्यं जननीयमिति चेत् सत्यम्, किन्तु पापान्तरमासाद्य । न चैवं प्रायश्चित्तमफलम्, दुःखानुत्पादेन तस्य सफलत्वात् । (शं.)
પ્રશ્ન :—તે અવસ્થામાં પ્રાગભાવ ન ૨હેવાથી પ્રાગભાવ થવાથી પાપ દુઃખનું સાધન નથી, તેથી તેના નાશને માટે પુરુષની પ્રવૃત્તિ નહીં થાય અને તેના (પ્રાગભાવ) રહેવાથી ‘પાપને લઈને જ તે દુ:ખનું ઉત્પાદક થાય છે.’ એ નિયમ હોવાથી પ્રાયશ્ચિત્ત કરવાથી પણ તે ગળામાં લટકતી પાદુકાની જેમ વ્યર્થ છે, તેનાથી પાપનો નાશ નહીં થાય.
ઉત્તર :–આ વાત ઉચિત નથી. કારણ કે પ્રાગભાવના ન થવાથી પણ દુ:ખસાધનના સજાતીયનો નાશ પુરુષાર્થ છે. અને પ્રાગભાવ થવાથી પણ બીજા પાપને લઈને તેના દુઃખનું કારણ હોવું (થવું) સંભવ છે. પ્રાયશ્ચિત્તથી પાપનાશ થાય જ છે, તેથી પ્રાગભાવના હોવા ન હોવાનો સંદેહ થવાથી પણ પ્રાયશ્ચિતમાં પ્રવૃત્તિ થાય જ છે.
( ૧૦ ) ( ઉત્તર પક્ષ ) ઉત્તર એ છે કે - ત્યાં પ્રાગભાવ વિદ્યમાન જ છે, તે દુઃખની અનુત્પત્તિ (રૂપ) હોવાથી પુરુષાર્થ છે. તે પાપનાશ દ્વારા પ્રાયશ્ચિત સાધ્ય છે. તે પ્રકારે પ્રાગભાવ થવાથી પણ પ્રાયશ્ચિત નિષ્ફળ નથી.
પ્રશ્ન :—ત્યારે તો પ્રાગભાવથી દુ:ખ અવશ્ય ઉત્પન્ન થવું જોઈએ. ઉત્તર ઃ—આ વાત સત્ય છે પરંતુ બીજા પાપને લઈને.
પ્રશ્ન :–આ પ્રકારે પ્રાયશ્ચિત વ્યર્થ છે.
ઉત્તર ઃ—એવું નથી. દુઃખની અનુત્પતિ દ્વારા તે પણ સફળ છે.
પ્રશ્ન :–દુઃખની અનુત્પત્તિનું, બીજા દુઃખની અનુત્પત્તિ જ ફળ છે, તે ત્યાં નથી, તેથી તે ફળરહિત છે.
ઉત્તર ઃ–આ વાત યોગ્ય નથી. કારણ કે તે (દુઃખની અનુત્પત્તિ) સ્વરૂપમાં જ પુરુષાર્થ છે. અને (દુઃખની અનુત્પત્તિનું બીજા દુઃખની અનુત્પત્તિ ફળ છે, એમ માનવામાં) અનવસ્થા પણ થાય છે, તેથી ‘‘આ પાપથી મને દુઃખ ન થાય.’’ આ પ્રકારે વિદ્યમાન પાપના નાશને માટે પ્રાયશ્ચિત કરવામાં પ્રવૃત્તિ થાય છે.