________________
मुक्तिवादः
(४२) मैवम् । सर्वत्रात्मतत्त्वज्ञानमेव साक्षान्मोक्षे हेतुः काशीमरणादेश्च तत्त्वज्ञानद्वारैव मोक्षोपायता, काशीमरणादीनां मोक्षापायताबोधक श्रुतीनां तत्कारणतया नार्थः, अपि तु प्रयोजकत्वमेव । अत एव ज्ञानेन सह काशीमरणादेारद्वारिभावेन समुच्चयेऽपि साहित्यं विना वेदबोधितानेककारणतास्थले ऽसमुच्चय इति सिद्धान्तस्याप्यविरोधः । तत्त्वज्ञाने मानसात्मके काशीमरणजन्य
(૪૨) શબ્દાર્થ –આ વાત ખોટી છે. દરેક સ્થળે આત્મતત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે. કાશીમરણ વગેરે તત્ત્વજ્ઞાન દ્વારા જ મોક્ષનું કારણ બને છે. કાશીમરણ વગેરેને મોક્ષનો ઉપાય દર્શાવનારી શ્રુતિઓનો તેના = મોક્ષના કારણ તરીકે અર્થ નથી પણ મોક્ષના પ્રયોજક તરીકે અર્થ છે. આથી જ જ્ઞાનની સાથે કાશીમરણ વગેરે કર્મોનો દ્વારદ્વારિભાવરૂપે સમુચ્ચય કરવા છતાં. સાહિત્ય વગર વેદે જેની અનેક કારણતા જણાવી છે તેવા સ્થળે અસમુચ્ચય હોય છે’ આ નિયમનો
(૪૨) વિવરણ 1થ ઇત્યાદિ દ્વારા રજૂ થયેલા વિસ્તૃત પૂર્વપક્ષનો જવાબ આપે છે. પૂર્વપક્ષમાં મોક્ષનું કારણ કેવળ તત્ત્વજ્ઞાન નથી આ વાત સાબિત કરવાનો પ્રયાસ થયો. ગદાધર જણાવે છે કે દરેક સ્થળે એટલે કે જ્યાં તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે ત્યાં અને કાશીમરણ વગેરે કર્મથી મુક્તિ થાય છે ત્યાં પણ તત્ત્વજ્ઞાન જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. કર્મ મુક્તિનું સાક્ષાત્ કારણ નથી.
પ્રશ્ન :-કર્મ મુક્તિનું કારણ ન હોય તો કર્મને કારણ જણાવનારી શ્રુતિનું અર્થઘટન કેવી રીતે
કરવું?
જવાબ –કાશીમરણ વગેરે કર્મોને મુક્તિનું કારણ જણાવતી શ્રુતિ કર્મની સાક્ષાત્ કારણતા નથી જણાવતી પરંતુ કર્મને મુક્તિનું પરંપરાએ કારણ જણાવે છે. એટલે તે શ્રુતિમાં કાશીમરણ વગેરે મુક્તિના પ્રયોજક છે એમ સમજવું. પ્રયોજક એટલે કારણનું કારણ. મુક્તિના કારણ તત્ત્વજ્ઞાનનું કારણ કાશીમરણાદિ છે. આમ જ્ઞાન અને કર્મ સ્વતંત્ર કારણો નથી. તે બન્નેનો સમુચ્ચય પણ કારણ નથી. જ્ઞાન અને કર્મ વચ્ચે વ્યાપાર-વ્યાપારિભાવ છે. આમ બંને વચ્ચે સમુચ્ચય છે પણ દ્વારદ્વારિભાવ હોવાથી જ્ઞાન સાક્ષાત્ કારણ છે. કર્મ પરંપરાએ કારણ છે. આવી રીતે સંગતિ કરવાથી આ સિદ્ધાંત પણ સચવાઈ જાય છે કે-જયાં પોતાની કારણતાના સાહિત્યનું બોધક પદ ન હોય તેવી વેદબોધિત અનેક કારણતા સ્થળે અસમુચ્ચય હોય છે. શ્રુતિ જે કાર્ય પ્રત્યે એકથી વધુ વસ્તુને કારણ જણાવતી હોય ત્યાં સાહિત્યવાચક પદ ન હોય તો પણ સમુચ્ચય હોય નહી. જ્ઞાન અને કર્મની મુક્તિ પ્રત્યે કારણતા શ્રુતિ બોધિત છે. અહીં સાહિત્યવાચક પદ નથી. તો ઉક્તનિયમાનુસાર અસમુચ્ચય પ્રાપ્ત છે. જ્ઞાન અને કર્મ બંનેને સાક્ષાત કારણ માનવાથી પરસ્પર વ્યભિચારની આપત્તિ છે. ધારદ્વારિભાવ સ્વીકારવાથી અસમુચ્ચયનો સિદ્ધાંત સચવાઈ જાય છે.
પ્રશ્ન –જ્ઞાન અને કર્મ વચ્ચે દ્વારદ્વારિભાવ માનવા છતાં વ્યભિચારની આપત્તિ તો રહે જ છે. તત્ત્વજ્ઞાનના કારણો ઘણાં છે. યોગાભ્યાસ, કાશીમરણ વગેરે કારણો પરસ્પરની અપેક્ષા વિના તત્ત્વજ્ઞાનનું કારણ બને છે. આમ પરસ્પરાભાવની સ્થિતિમાં તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી વ્યભિચાર સ્પષ્ટ છે.
જવાબ :-અહીં તત્ત્વજ્ઞાન કાર્ય છે. તત્ત્વજ્ઞાન માનસપ્રત્યક્ષરૂપ છે. તેથી કાર્યતાવચ્છેદક માનસત્વ