________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : પ૭
પૂ. બા (આગળ ચાલીને)-‘આ છે અમદાવાદનિવાસી પરમ ભક્ત શ્રી જૂઠાભાઈ ઉજમસી. પરમકૃપાળુ દેવ જ્યારે ‘શ્રી મોક્ષમાળા' છપાવવા માટે અમદાવાદ પધાર્યા હતા, ત્યારે તેમને પ્રથમ સમાગમ થયો. દર્શન થતાં જ તેમના અંતરમાં ભગવત્ સ્વરૂપની છાપ પડી. પોતે ધર્મપ્રેમી હોઈ જેન સ્થાનકવાસી સમાજના અગ્રેસર હતા. સાધુ મુનિરાજેનો પણ પરિચય ખરો. તેમાં આ પ્રભુ મળ્યા પછી તેમનું અંતર બીજે કયાંય ઠરે ખરું ? શ્રીમાનું મહામહોપાધ્યાય યશોવિજયજીએ ગાયું છે કે :‘અજિત જિણ'દશું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...”
સંસારમાં સુખનું એક સાધન ગણાતી એવી લમી, વિપુલ વૈભવની પ્રાપ્તિ છતાં તેમનું હૃદય સાંસારિક વિલાસેથી અલિપ્ત હતું. માયાના એ પ્રસંગમાં તેમનું ચિત્ત ઉદાસીન ભાવથી રંગાયેલુ જ રહેતુ'. પરમકૃપાળુ દેવશ્રીએ પોતે જ તેમના અંતરવૈરાગ્યની, સમ્યફદશાની પોતાના શ્રીમુખે પ્રશંસા કરી છે, તે સૌ મુમુક્ષુઓને સ્તવનીય છે, અનુકરણીય છે.
તેમના મુખ પર કેટલી સૌમ્યતા જણાય છે! દેખાય છે તો નાની ઉંમરના, પણ મુદ્રા પર કેવી ગંભીરતા નીતરે છે ! એ જ તેમના વૈરાગ્યની પ્રતીતિ કરાવે છે. તેમના દેહવિલય પછી એક વચનામૃતમાં પરમકૃપાળુ પ્રભુ કહે છે કે :
* મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી; વીતરાગનો પરમરાગી હતી; સંસારનો પરમ જુગુપ્સિત હતા; ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું; સમ્યમ્ભાવથી વેદનીય કમ દવાની જેની અદભુત સમતા હતી; મેહનીય કર્મનુ’ પ્રાબલ્ય જેના અંતરમાં બહુ શૂન્ય થયુ હતું; મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી....મોક્ષમાગને દે એવું સમ્યત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !?
પૂ. બા. (આગળ ચાલતાં)- આ પુણ્યાત્માને ઓળખ્યા ? એ છે બાંધણી ગામના રહીશ શ્રી ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ