________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫૩
દૂર બેસી કંઈક વાંચતા હતા. તેમને મુનિશ્રી લલુજીએ કહ્યું, “ ઉપર વ્યાખ્યાનમાં જાઓ, નહિતર અહીં આવીને બેસે.’ તેઓ (અંબાલાલભાઈ) મુનિશ્રી લલ્લુજી પાસે ગયા. ઉપરનો પ્રશ્ન ચર્ચાતી વખતે કહ્યું કે, “ આવા પ્રશ્નો તો શું પણ અનેક આગમે જેને હસ્તામલકવત્ વતે છે આવા પુરુષ શ્રીમદુરાજચંદ્ર વિદ્યમાન છે. અમે તેમના પત્ર વાંચતા હતા. તેઓશ્રી અહીં* પધારવાના છે. તેમની પાસેથી સમાધાન મેળવવું ચોગ્ય છે.” આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ કૃપાળુદેવનો સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે ઉપાશ્રયમાં તેમને જરૂર તેડી લાવવાની શ્રી અંબાલાલભાઈને વિનંતી પણ કરી.
પૂર્વ ની શેાધના પ્રતાપે અને અધૂરી સાધના આરાધવા માટેની તીવ્ર ઇચ્છાના બળે સાચા પુરુષરૂપ ભગવાનનું માત્ર નામોચ્ચારણ થતાં જ તેમનું અંતર તેમના દર્શનને ઝંખી રહ્યું. સ. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રી પરમકૃપાળુ દેવ ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ પધાર્યા. શ્રી હરખચંદજી મહારાજે શતાવધાનની વાત સાંભળેલી તે કરી બતાવવા વિનંતી કરી. તેમણે આવા પ્રયોગોને જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યા હતા, તોપણ સર્વના આગ્રહને લઈને તથા હિતકારણ ચિંતવી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી બતાવ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે શાસ્ત્ર સંબંધી કેડી જ્ઞાનવાર્તા થઈ. તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ કપાળુદેવનાં બહુ વખાણ કર્યા. એટલે પૂ. શ્રી લલ્લુજી મહારાજે તેમની પાસેથી શાસ્ત્રનો મમ સમજવા માટે ગુરુ પાસે આજ્ઞા માગી. તે તેમણે માન્ય કરી. મુનિશ્રીએ ઉપાશ્રયને મેડે પધારવા કૃપાળુ દેવને વિનંતી કરી. તેઓશ્રી ઉપર ગયા. તેમનો ગૃહસ્થવેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની, શિષ્ય માની ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી પ્રભુએ મુનિને પૂછયું, “તમારી શી ઈચ્છા છે ? ” મુનિએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, ‘ સમક્તિ (આત્માની ઓળખાણ ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.’ કૃપાળુ દેવ થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” એમ