________________
કાકાશ્રી મનસુખભાઈ
(૧૦) મારા પૂ. કાકો શ્રી મનસુખભાઈ એ મારી નાની વયમાં જ મારામાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે તે બદલ મારા હૃદયનો ઉપકારભાવ હું કયા શબ્દોમાં વ્યક્ત કરું ? મારા પિતાશ્રી શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સગ પછી મારા કાકા પૂ. મનસુખભાઈ એ મારા શિક્ષણ સંબંધમાં અને મારા સુસંસ્કાર માટે બહુ જ ધ્યાન આપ્યું છે. હું અંગ્રેજી બીજા ધોરણમાં હતી અને મારે મારી, રાજકોટ જવાનું થતાં શાળાના અભ્યાસની નિયમિતતા ન સચવાઈ. તેથી ઘેર શિક્ષક રાખી થોડો અભ્યાસ ચાલુ રખાવ્યા. તે પછી શાળાના અભ્યાસકાળ પૂરો થયો અને લગભગ તેરમે વર્ષે મારે મુંબઈ જવાનું થયું. પૂ. કાકાશ્રી પાસે મુંબઈમાં લગભગ દોઢ વર્ષ રહેવાનું થયું હતું. શાળા અંગેના અભ્યાસના જ નહીં પણ ઘરમાં અન્ય સાહિત્ય, સંવાચનને પરિચય રહેતો, જેમાં ‘સતી મંડળ’, ‘ભામિનીભૂષણ’ જેવા ગ્રંથનું વાચન વિશેષ રખાતું.
મારી બાળવયમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પ્રગટ થયા ત્યારે મારા પૂ. કાકા મને કહેતા, “આ વાંચો.” ચાગ્ય પ્રસંગે પોતે પણ સમજાવતા હતા. તેમાંથી પદો, ગાથા, “હે પ્રભુ’ના દેહરાને મુખપાઠ કરવાનું સૂચન કરતા.
આ પ્રકારના અભ્યાસ સાથે ઘરકામની પ્રવૃત્તિમાં પણ મદદરૂપ થવાનું બનતું'. મને ઘરકામ કરવું ઘણું ગમતું. હું નવરાશે વચનામૃત” વાંચતી તે સમજવામાં ન આવે, પણ મારા પૂ. પિતાશ્રીએ લખ્યું છે એવી ભાવનાના બળે ‘વચનામૃત” વાંચવામાં બહુ ઉલ્લાસ આવતા. પૂ. કાકા મારી દરેક પ્રકારની સંભાળ લેતા. તેમાં સુસાહિત્યનો પરિચય રાખવા સંબધી મને વિશેષ પ્રેરણા