________________
૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
જણાવ્યું કે “સુદર્શન સાથે વાત થઈ છે અને મકાનને સ્થાને જે કાંઈ કરવું હોય તેમાં તેની પૂર્ણ સંમતિ છે. તો આપણે હવે ત્યાં ગુરુમંદિર બાંધવાનું કરીએ.” તેઓ કહે, “ભલે, હવે વાંધો નથી. પણ આ કામ કરશે કેણ ? દેખરેખ કોણ રાખશે ? ” આ વાત થઈ ત્યારે મારાં ફઈબા ઝબકબહેનના દીકરા પ્રાણજીવનભાઈ ત્યાં હાજર હતા. તેણે કહ્યું કે આ કામ પૂરી દેખરેખ સાથે હું કરાવી દઈશ. આ વાત આગળ ચાલી. કેટલો ખર્ચ થાય, એવી વાત નીકળતાં પ્રાણજીવનભાઈ કહે કે પાંચ હજાર; અને જે દસ હજાર નાખીએ તો તે ઘણું જ સરસ થાય. પછી પોતે હા કહી અને ત્યાં જ એન્જિનિયર ગોકળભાઈને બોલાવી તેને પ્લાન તૈયાર કરાવ્યો.
પ્રાણજીવનભાઈ દેશમાં આવ્યા. જમીન સરખી કરાવી પોતે બધી ચેાજના કરી આપી હતી, અને એન્જિનિયરને વવાણિયા મોકલાવ્યા હતા. રાજકોટમાં પૂ. શ્રી બેચરદાસભાઈ કાળિદાસ જસાણી પર કાગળ લખ્યા. તેમાં જણાવ્યું કે “પ્રાણજીવનભાઈ વવાણિયામાં રાજભવન બંધાવવાની યોજના લઈને આવેલ છે તેમને ત્યાં પૂરતી સગવડ કરી આપશે. આપ ત્યાં જતાઆવતા રહેશે અને દેખરેખ રાખશે; સૂચના આપતા રહેશે. જે જે વસ્તુઓ જોઈ એ તેની પૂરી સગવડ કરી આપશે.” પૂ. બેચરદાસભાઈ એ ઘણી જ સંભાળ રાખી હતી. તેઓએ ફરી ફરી આવીને તે માટે જોઈતી સગવડ કરી આપી હતી. તેમાં જરૂરી સલાહ-સૂચનો આપતા. તેમણે શરૂઆતથી છેવટ સુધી પ્રેમપૂર્વક પૂરતો સાથ આપ્યો હતો. એ રીતે શ્રી રાજભુવન બાંધવામાં તેઓ અમને સારી રીતે મદદરૂપ થયા છે.
જ મીન સરખી કરાવ્યા બાદ પ્રથમ મૂળ મકાનની આજુબાજુની જગ્યાઓ લેવાની જરૂર જણાઈ. તેના માલિકોને મળી તે તે જગ્યાએ ખરીદ કરી. તેમાં ખેડૂતોની જમીન અને દરબારી જગ્યા પણ હતી. મોરબીના મહારાજાસાહેબને મળી તે જગ્યાએની જરૂર સંબંધમાં જણાવ્યું. ઠાકોરસાહેબે વવાણિયાના વહીવટદારને હુકમ આપ્યો કે કરાંચીવાળા વવાણિયામાં મંદિર બાંધે છે તો તેમને રાજની જે જમીન ઈ એ તે આપવી; અને