________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૯
તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનહદ ભક્તિ અને શ્રદ્ધા હતી. વાચન કરતાં તેમનું મનન અદ્દભુત હતું. તેઓ કહેતા કે અતિ વાચનથી જ્ઞાન કે શક્તિ મળતી નથી પણ જેમ ખાધેલું અન્ન પચે ને શક્તિ આવે તેમ થોડું' વાંચી, વિચારીને પછી અંતરમાં ઉતારવામાં આવે તો જ શક્તિ વધે.
e પૂ. બાપુજીની જવાબદારી પોતાને શિરે આવી, પણ તેમણે કોઈને ઓછુ આવવા નથી દીધું. સુસંતાન તરીકેની બધી જ ફરજ તેમણે બજાવી. પૂ. માતુશ્રી મણિબહેન પ્રત્યે તેમણે હંમેશાં બહુમાન રાખ્યું છે. તેમનું જીવન સાદું હતું. તેઓ પરગજુ હતા અને વ્યવહારમાં સારી રીતે આગળ વધ્યા હતા. અમારા બંનેમાં મતભેદ કદી ન પડતો. સહ આનંદથી રહેતાં. સત્યાગ્રહની લડાઈમાં તેમણે પિતાની સહાનુભૂતિ દર્શાવી છે અને પોતે તે વખતે કાર્યકર હતા તેથી તેમણે ખાદીનો ઝભ્ભ અને ટોપી અપનાવ્યાં હતાં. તેઓ પરગજુ બહુ હતા. તેઓ ઘણા વિદ્યાથીઓને અભ્યાસ માટે મદદ કરતા. હજુ પણ કરાંચીના માણસે તેમને યાદ કરે છે. તેઓ મૂંગી સેવામાં માનતા હતા. તેમના જેવી શાંતિ તેમ જ ગંભીરતા બહુ ઓછામાં જોવા મળે છે. અમારા રહેઠાણની બાજુમાં ઉપાશ્રય હતા. ત્યાં એક મુનિ પધારેલ. તેઓશ્રીએ વિહાર કરતી વખતે કહ્યું કે, “ મારા અઢાર વર્ષના વિહારમાં પૂ. ભગવાનલાલભાઈ જેવી ગંભીર અને મૂંગી સેવા કયાંયે જોઈ નથી. આ એક આકરી તપશ્ચર્યા છે. ” બીજી વખત એક મુનિ ઉપાશ્રયમાં પધારેલ. તેમની પાસે કોઈ દુઃખી માણસ આવ્યો. તેને અમારે ત્યાં મોકલ્યા, ત્યારે કોઈ ન જાણે તેવી રીતે તેને મદદ કરેલી. આ વાત તે ભાઈ એ મુનિશ્રીને કહી. ત્યારે મુનિશ્રીએ કહ્યું કે, “ભગવાનલાલભાઈનું જેવું નામ, તેવા જ તેમનામાં ગુણ છે. તેમની પાસેથી કોઈ અસ તેષ પામી પાછું જતું નથી. તેમને ત્યાં ભગવાનને દરબાર છે.” તેઓ સામાને દુઃખે દુ:ખી થતા. તેઓ પરદુઃખભંજન હતા. દેરાસરમાં એક મુનિશ્રી પધારેલા. તેમણે કહ્યું કે, “ કાળી રાત્રે ભગવાનલાલભાઈને ત્યાં જે કોઈ સહાય માટે જાય અને સાંકળ ખખડાવે, તો તે ખાલી હાથે કદી પાછો ન ફરે.”