________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૫
સંવત ૨૦૦૪ની સાલમાં વવાણિયામાં હું પૂ. શ્રી હેમચંદભાઈને ત્યાં પ્રભુના વચનામૃતનું પુસ્તક લઈ વાંચતી હતી. સામે હેમચંદભાઈનાં પત્ની મેતીબહેન સાંભળતાં હતાં. તેવામાં મને ભાસ થયો કે પાછળ કૃપાળુદેવ પોતે જ જાણે બોલે છે. આગળપાછળ મેં જોયું પણ કંઈ દેખાયું નહિ. વળી થોડો વખત રહી ફરી તે ભાસ થયા અને હું આમતેમ જોવા લાગી પણ..........કંઈ દેખાયું નહીં. મારી ઉત્કટ ભક્તિની કલ્પનાએ જ એમનું દર્શન કરાવ્યું હશે ? હું શું જાણુ' ? .
મારાં માતુશ્રી ઝબકબાઈના કાકા પૂ. પ્રાણજીવનભાઈ ડૉકટર જ્યારે ધરમપુરમાં હતા ત્યારે મારા સસરાજી પૂ. શ્રી રણછોડભાઈ ત્યાં ફૉરેસ્ટ ઑફિસર હતા. મારા સસરાજીને ડૉ. પ્રાણજીવનભાઈના સંપર્ક થી પરમકૃપાળુ દેવની ઓળખાણ થયેલી. ઘણ' કરીને વિ. સં'. ૧૯૫૬ના વૈશાખ માસમાં પરમકૃપાળુ દેવનું’ નિવૃત્તિ અર્થે તેમ જ તબિયત કારણે ધરમપુર પધારવું થયું હતું. ત્યાં તેઓ એક માસ રહ્યા. મારા સસરાજી પૂ. રણ છોડભાઈ એ તેઓની સેવાશુશ્રુષાના લાભ લીધો હતો. તેઓ સ્વભાવે ઘણા સરળ હતા. કૃપાળુ દેવ પ્રત્યે બહુ માન અને પ્રેમ ધરાવતા હતા.
મારાં પૂ. સાસુજી મણિબાઈ પણ પરમકૃપાળુ દેવ પ્રત્યે ભક્તિવાળાં હતાં અને પોતાને હાથે રસોઈ બનાવી પ્રભુને જમાડતાં. એક વખત રોટલીનો લોટ બાંધેલો તેમાંથી તેમને પૂરી બનાવવા કહ્યું. તેમને ત્યારે સખત તાવ આવ્યો હતો તોપણ ઉલ્લાસપૂર્વક કંટાળા વગર તે પ્રમાણે કર્યું'. વળી તેમની પરીક્ષા કરવા તાવ ભરેલો હતો અને પરમકૃપાળુ દેવે પૂછયું કે તમને સેવ વણતાં આવડે છે ? તે વખતે પણ દેહની પરવા કર્યા વગર ઉત્સાહમાં મેંદાની ચારથી પાંચ શેર સેવ વણી નાખી છતાં થાકયાં નહીં. એક પ્રસંગે પરમકૃપાળુ દેવ મોરબી પધારેલા ત્યારે પણ મારાં સસરાજી તથા સાસુજી ત્યાં હતાં. તે વખતે કૃપાળુ દેવે કહ્યું કે ધરમપુરમાં તમારે ત્યાં રાટલા બનાવેલો તે બનાવવા તેમને કહો. ત્યારે મારા સસરાજીએ કહ્યું કે તેના કરતાં મારાં કાકી સારા બનાવે છે. એટલે કૃપાળુ દેવ કહે, “ભાવિ.’ આમ પ્રથમથી જ આ કુટુંબમાં કૃપાળુ દેવ પ્રત્યે ભક્તિભાવ હતો. આ કુટુંબ