________________
૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
a મારાથી નાનાં બહેન કાશીબહેન સદગુણી હતાં. તેઓ નાનાં હતાં ત્યારે એક વખત રમતાં રમતાં પ્રભુના ખેાળામાં જઈને બેસી ગયાં. પ્રભુએ પૂછયું, “બહેન, તમારું નામ શું ?” કાશીબહેન કહે, ‘બાપુ, તમને ખબર નથી ? મારુ નામ કાશી.” ત્યારે કૃપાળુ દેવે કહ્યું, “બહેન, તારુ નામ કાશી નહીં પણ “ સરિશ્ચદાનંદ સ્વરૂપ અવિનાશી આત્મા.” એ સાંભળી કાશીબહેન રડતાં રડતાં મા પાસે ગયાં. જઈને કહેવા લાગ્યાં, “મા, મારા બાપુજી મારુ નામ કાશી નહીં પણ કઈક જુદું જ કહે છે.” ત્યારે ઉંમર નાની હતી તેથી કાશીબહેનને કંઈ સમજ ન પડી. પણ અવ્યક્ત સંસ્કાર જે જ્ઞાની પુરુષ દ્વારા રોપાય છે તે કાળે કરીને ફળરૂપ થાય છે જ.
આર્યાવર્તાના ઇતિહાસમાં જોઈશું તો મદાલસા જેવી સતી માતાઓ બાળકને પારણામાં હોય ત્યારથી જ મહાપુરુષનાં ચરિત્રો સંભળાવે છે. હાલરડાં પણ તેવાં જ ગાય. ‘સિદ્ધોસિ, બુદ્ધોસિ, નિરંજનાસિ.’ માતાપિતાને વિયેાગ હાઈ કાશીબહેન ઘરમાં સૌને બહુ પ્રિય હતાં. શ્વસુર પક્ષમાં પણ તેઓ સમતાવાન અને વિવેકી હોવાથી તેમણે સૌના પ્રેમ સંપાદન કર્યો હતો. મારા અનેવી શ્રી. રેવાશકરભાઈને પરમકૃપાળુ દેવ પ્રત્યે તેમણે જ વાન્યા હતા. કાશીબહેનને મંદવાડમાં પણ પરમકૃપાળુ દેવનું જ સતત મરણ રહ્યું હતું. છેવટ સુધી તે જ લક્ષ હતું. તે પણ માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં પાછળ બે દીકરા મૂકી ચાલ્યાં ગયાં. મારા નાના ભાઈ રતિલાલ પણ બાર વર્ષના થઈ ગુજરી ગયે. અત્યારે કુટુંબમાં હું એક રહી ગણાઉં અને બીજા ગણીએ તો શ્રી મનસુખભાઈના દીકરા સુદર્શન. તેઓ કુટુંબપ્રેમી, વિનયી અને સમજુ છે.
હું છ વર્ષની હતી ત્યારે આટલું મોટું કુટુંબ હોવા છતાં તેમાંથી મારું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના લાઈફ મેમ્બર તરીકે પ્રભુએ નોંધાવ્યું હતું. તેના માસિક પુત્રનું નામ ‘બુદ્ધિપ્રકાશ” છે, તે ‘જયાકુંવર રાયચંદભાઈ’ને નામે આજે પણ મને મળે છે.