________________
૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સંવત ૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં પ્રભુ આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે મુમુક્ષુઓને જેટલા પ્રમાણ માં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમના વિયાગનું દુઃખ તેમને લાગ્યું. રાજકોટમાં ડાસાભાઈના વડની પાસે સ્મશાનભૂમિની બાજુમાં આજી નદીને કિનારે તે પવિત્ર દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવેલા. તે સ્થળે સમાધિ મંદિર બાંધવાના કેટલાક મુમુક્ષુઓને વિચાર થતાં શ્રી જ્ઞાનચંદ્ર ન્હાતાજીની ઉદાર સખાવતથી સંવત ૧૯૬ના મહા સુદી ૧૩ ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર અસ્તિત્વમાં આવેલું છે. મંદિરમાં તેમનાં પરમ પુનિત પાદુકાજીની સ્થાપના એક આરસની દેરી બનાવી તેમાં કરવામાં આવી છે. એક પ્રવાસન સં'. ૨૦૦૭ માં બનાવી તેમાં પ્રભુની ત્રણ છબીઓની સ્થાપના પૂ. શ્રી. બ્રહ્મચારીજી ગોવર્ધનભાઈના વરદ્ હસ્તે કરવામાં આવી છે. આ સમાધિ મંદિરનો વહીવટ કરવા એક ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. તેના મેનેજિંગ ટ્રસ્ટી મારાં સ્વ.બિહેન કાશીબહેનના દિયેર શ્રી. લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી છે.
(૪) મારા પૂ. દાદા શ્રી. રવજીભાઈ સ્વભાવના દયાળુ, કુટુંબપ્રેમી અને ઉદાર દિલના હતા. છપ્પનિયાના દુકાળ વખતે તેઓ વવાણિયામાં હતા. ત્યાં તથા આજુબાજુનાં ગામમાં તેમણે છૂટે હાથે ખેડૂતોને વિના મૂલ્ય અનાજ આપ્યું હતું. અદા ઘણી જ ભેળા ને ભદ્રિક હતા.
પૂ. શ્રી. દેવમાને પ્રભુ પૂછતા : ‘મા, મેક્ષે આવશે ? ” પ્રભુના દેહવિલય થયો ત્યારે આખું કુટુંબ ત્યાં જ હતું. કુટુંબમાં સૌ સાદી અને સરળ હતા. જેના ઘરમાં પ્રભુ જમ્યા તેના સંસ્કાર અને ભાગ્યની શી ખામી હાય ? એક પ્રભાતિયામાં કવિએ ગાયુ
‘રવજીભાઈ રે ભાગ્યવંતમાં સરદાર કે વહાણલાં ભલે વાયાં રે, જેના ઘરમાં જે પ્રગટયા સંતોમાં વીર કે વ્હાણલાં ભલે વાયાં છે.'