________________
૧૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
છે. તે વખતની તેમની મુદ્રા, પાછળ રાખેલા હાથ, અને ગંભીર ગતિએ ગાથાની ધૂનમાં ભરતાં ડગ —આ બધું આબેહૂબ સ્મૃતિ પર તરવરે છે. ગાથાની જે ધૂન તેઓશ્રી ઉરચારતા તે નીચે મુજબ હતી તેવું સ્મરણ છે :
‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, માહ નડિયા કલિકાલ રાજે.” ધાર તરવારની....૩ આ ગાથા બહુ જોરથી અને ભારપૂર્વક બેલતા. એ દૃશ્ય હજુ પણ મારા અંતરમાં રમી રહ્યું છે. બીજી ગાથા :‘ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે.” *
આ પદ પણ તેઓશ્રી ઉલાસપૂર્વક ઉરચારતા. એ રણકાર હજુયે જાણે કાનમાં ફરીફરીને શું જ્યા કરે છે. એવી સુમધુર, ગ'ભીર વાણી બીજે કયાંય હજી સાંભળવા મળી નથી. - પ્રભુ ધૂન લગાવતા. “દોડત દોડત દોડત દેડિયા, જેવી મનની રે દાડ,” તથા “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા’ અને ‘ અપૂર્વ અવસર એ કયારે આવશે.’ આ ધૂનોના ભણકાર આજે પણ મને સંભળાયા કરે છે અને તેના મરણથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે. સાચે જ એ સત્સંગના ઉપકાર છે–મહિમા છે.
ફળિયામાં સી‘દરીના ખાટલા ઉપર પૂ. પિતાજી નહાવા બેસતા. એક વખત ઓસરીના બારણામાં હું ઊભી હતી ને બાપુજી નહાતા હતા. તે પ્રસંગે દેહની ક્ષણભંગુરતાને પડકારતું અને તેને અતિક્રમી જતું કેાઈ દૈવી તેજ તેમની કંચનવર્ણ કાયામાંથી પ્રગટતું હોય તે તેમને નિહાળીને મને અનુભવ થયેલ. એની અવિરમરણીય સ્મૃતિ આજે પણ મારા હૃદયમાં એ અલૌકિક અનુભવની યાદ આપે છે, ત્યારે હૃદયમાં એ ભક્તિતેજ પથરાઈ રહે છે.
#સ્વાત્મ વૃત્તાંત