________________
૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww જેવા તેજસ્વી પોતાના બાળકને તેડીને પૂ. દેવમાં રામમંદિરે પૂ. રામબાઈની પાસે જતાં. પ્રભુ સાત વર્ષના થયા ત્યારે રવજી અદા તેમને નિશાળે બેસાડવા લઈ ગયા. વવાણિયાની નિશાળમાં લાવ્યા ને ત્યાં મોટા માસ્તરને વિનંતી કરી કે મારા આ એકના એક દીકરાને બરાબર ભણાવજો; એને મારશો કે લડશે નહીં. આવી ભલામણ કરી મેટા માસ્તરને સોંપી તેઓ ઘરે આવ્યા.
પ્રભુની અપૂર્વ તેજસ્વિતાએ મુખ્ય શિક્ષકના અંતરમાં પ્રેમ જગાડયો અને તેમના હાથ નીચેના શિક્ષકને લાવીને કહ્યું, ‘લવજીભાઈ, આને પ્રેમ રાખી ભણાવજો. જરા પણ ખિજાતા નહી' કે મારતા નહી".’ લવજીભાઈના મનમાં થયું કે મોટા માસ્તરના સંબ'ધીના પુત્ર હશે તેથી આમ ભલામણ કરતા હો. લવજીભાઈ તો પોતાના વર્ગમાં બાળ રાજચંદ્રને લઈને ગયા. એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું, ‘રાયચંદ, જા કલાસમાં બેસી ઘૂંટી લાવ.”
પ્રભુ પાટી તરફ એક નજરે જોઈ રહ્યા અને વિચારમગ્ન થયા, તરત જ શિક્ષકને જઈને કહ્યું કે સાહેબ, આ તો મને આવડે છે. એમ કહી પાંચે આંકડા લખી બતાવ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં તેને શીખવ્યા હશે. બીજે દિવસે પ્રભુએ સો સુધી લખી બતાવ્યું. શ્રી સ્યુલીભદ્રજીના ચરિત્રમાં તેમની બહેનો સખધી એવું વર્ણન આવે છે, કે પ્રથમ બહેનને એક વખત સાંભળે ત્યાં જ યાદ રહી જતુ, બીજી બહેનને બે વાર સાંભળતાં ને ત્રીજી બહેનને ત્રણ વાર સાંભળતાં યાદ રહેતું'. તેઓ એકપાઠી, એપાઠી, ત્રણપાઠી, એમ કહેવાતાં. પ્રભુ જન્મથી જ એકપાડી હતા. તેમની મૃતિલબ્ધિને લીધે તેમને એક વખત જોતાં કે સાંભળતાં બધુ યાદ જ રહી જાય.
પ્રભુ થોડા દિવસ નિશાળે ગયાં ત્યાં તો તેમના શિક્ષક પ્રભુની અપાર શક્તિ જોઈ નવાઈ પામી ગયા. એક વાર ગુજરાતી પહેલી ચાપડીના પાઠ વંચાવ્યા તે પ્રભુ બરાબર એક પણ ભૂલ વિના વાંચી ગયા. તે જોઈને શિક્ષક શ્રી લવજીભાઈ તો તાજુબ થઈ ગયા. મોટા માસ્તર પાસે રાયચંદને લઈ ગયા અને કહ્યું કે,