________________
શ્રીમદ્ રાજચંદ્ર જયંભુવન : : ૯
હતી. તેમની સેવા, ભક્તિ કરે અને જમાડે પણ ખરા. વવાણિયામાં ત્યારે કેાઈ આલિયા ફકીર આવેલા. તેમની સેવા તેમણે બહુ કરી હતી. તેમની પાસે દરરોજ ભેજન વગેરે લઈને જતા. એક વખત તે એલિયાએ મારા પૂ. દાદાને કહ્યું: ‘રવજી, કલ સબેરે તુમ જલ્દી આના.” તેમણે કહ્યું : “ બહુ સારું', બાપજી, વહેલો આવીશ.' બીજે દિવસે ઘરે મહેમાન આવેલા, તેમની સરભરા કરવામાં બાપજી પાસે જતાં મોડું થયું. મહેમાનો માટે ચૂરમું કર્યું હતું તે બાપજીને જમાડવા માટે લઈને ગયા. ફકીર બાવા પાસે પહોંચતાં જ તેમણે કહ્યું: ‘ રવજી, તુમ બહુત દેરસે આયે. અચ્છા ! રવજી, તેરેકે દો લડકે હોંગે, એક તો બડા નામ નિકાલનેવાલા હોગા, ઔર દૂસરા ભી અચ્છા હોગા. દેશનાં લડકે તુમ્હારા નામ રોશન કરે‘ગે. મગર બડા લડકા સબકો વંદનીય હોગા. લેકિન રવજી, તુમ બહુત દેરસે આયે, વક્ત ચલા ગયા. ઇનકે આયુષ્ય મેં ફેર પડેગા ઐસા માલુમ હોતા હૈ. તુમ અબ ઘર પર જાઓ, તુમ્હારા ભલા હોગા.’
- પૂ. દેવમાં પ્રત્યે તેમનાં સાસુજીને બહુ વહાલ હતું અને તેઓ કહેતાં : દેવ ! તું તો મારે ત્યાં દેવી જેવી છે. તારા જેવી ભલી વહુ કેઈકને જ ત્યાં હશે. બેટા, સૌ સારું થશે.
આમ સાધુસંતોની સેવા અને સાસુ-સસરાના આશીર્વાદ પૂ. દેવમાને ફળ્યા અને સંવત ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાને વાર રવિની પાછલી રાત્રિએ* દેવદિવાળીના દિવસે પૂ. દેવમાએ પુત્રરત્નને જન્મ આપ્યો જેમનું નામ તે દિવસથી “ રાયચંદભાઈ '* રાખવામાં આવ્યું.
પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, એમ આ ભવ્ય વિભૂતિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય
* રાત્રે બે વાગ્યે.
*તેમનું હુલામણાનું નામ “ લક્ષ્મીનંદન” હતું'. સં'. ૧૯૨૮માં તે બદલીને રાયચંદ’ પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે પ્રસિદ્ધ થયા. (જીવન-સાધના) .