________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩૩
- “....તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે....” (શ્રી પરમકૃપાળુ દેવ)
પરમકૃપાળુ દેવ પૂ. શ્રી રણછોડલાલભાઈને ત્યાં પધાર્યા ત્યારથી એ પુનિત સંસ્કારનાં બીજ તે વવાઈ ચૂક્યાં હતાં. તે જ વારસો (એટલે કે પરમકૃપાળુશ્રીમાં–તેમના ભગવતપણામાં–પ્રેમ, તેમ જ તેઓશ્રી ઉપદિષ્ટ સદુધમમાં પૂર્ણ વિશ્વાસ ) શ્રી ભગવાનલાલભાઈમાં પ્રગટ થાય છે. તે આ ગ્રંથમાં તેમની શુદ્ધ વ્યાવહારિક નીતિ, રીતિ, તેમના ઉત્તમ વિચારો અને તેમના પરિચિત મિત્રવર્ગના તેમને માટેના અભિપ્રાયોથી આપણે જોઈ શકયા છીએ.
પૂ. બહેનશ્રી તો એ જ ભગવતરૂપ પિતાનાં પુત્રી. એટલે કુળસંસ્કાર તો ખરા જ. અને તેમાં પૃ. કાકા મનસુખભાઈ તરફથી તે શુદ્ધ પરમાથને પોષક કેળવણી પ્રાપ્ત થઈ અને સાથોસાથ વ્યાવહારિક કેળવણી પણ વિવાહિત થતાં સુધી મળતી રહી. વળી ત્યાર બાદ તે સંસ્કારોને ફાલ્યાફૂલ્યા રાખે તેવું અનુકૂળ સંસ્કારી શ્વશુરગૃહ તેમને પ્રાપ્ત થયું. આ શ્વસુરગૃહમાં પરમકૃપાળુશ્રીની ભક્તિનું બીજ તો રોપાઈ ચૂકયું હતું.'
આમ એક તરફથી પુણ્યશાળી આત્માનું પુણ્યબળ તપી રહ્યું હતું અને બીજી તરફ તેને સહાયક સુગ તૈયાર થતા જતા હતા. આ રીતે યોગાનુયોગ થતાં બંનેમાં—પૂ. બહેનશ્રી અને પૂ. શ્રી ભગવાનલાલભાઈમાં–સુસંસ્કારો સારી રીતે વિકાસને પ્રાપ્ત થયા. એ પ્રકારનું તેઓનું સહચારી પણ એક ઉત્તમ કોટિની, પરમાર્થને યોગ્ય પાત્રતા પ્રાપ્ત કરાવે છે. આપણને તેવી પ્રતીતિ કરાવે છે. એ તેઓનું સહચારીપણું', પરસ્પરની સહાનુભૂતિ, ઉચ્ચ અભિલાષાઓ અને ઉદારતાને પરિણામે આ શ્રી લોકોત્તર પુરુષની જન્મભૂમિ વવાણિયા એક મહાન તીર્થ ક્ષેત્રરૂપે ભારતમાં પ્રસિદ્ધિમાં આવે છે. એ તેઓનો ઉપકાર તેવા સંત-જિજ્ઞાસુ મુમુક્ષુઓ પ્રત્યે અમાપ છે.