SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીને મહિમા અહો, પરમ ઉપકાર ! શ્રી સદગુરુ જ્ઞાનીને, અહો, પરમ ઉપકાર !! યુગયુગના માયા – મેલનો સમીપે સર્વ નિખાર, અહો, શ્રી સદગુરુને ઉપકાર! અહીં-તહીં, આ-તે વિટંબણામાં, લખ–ચોર્યાસી ફરિચા, શાસ્ત્ર-પઠન કે કે કરી ક્રિયા, આત્મ-અર્થ આવરિયા; એ શરણે સૌ અણસાર, અહો, શ્રી સદ્ગુરુનો ઉપકાર ! અધમ, અયોગી, અજ્ઞાની ને અતિ પ્રતિબદ્ધ, પ્રમાદી, પુદગલ–પ્રેમી ખચિત અચિત શો, વિષયે વિષિત અનાદિ; આ તિ ને ૨ ણ કા ૨, અહો, શ્રી સશુરુનો ઉપકાર ! અનિત્ય દેહતણું અભિમાન ને ભરી અહંકાર હૃદયમાં, અસત્સંગી રંગી પ્રજન, શૂન્ય વિવેક વિનયમાં; મિથ્યાત્વ માટે સંસાર, અહો, શ્રી સદ્દગુરુનો ઉપકાર! સત્ય, દયા, સમતા, શીલ વિના, વિચર્યો મારગ રાગે, અરસપરસની રસમાયામાં, મૂઢ રહ્યો અનુરાગે; ભવસાગર તરણી તાર, અહો, શ્રી સદગુરુનો ઉપકાર ! કર્મ અનંતા પ્રગટ હિમાલય, મેરુ-અચલ વિભાવી, ક્ષણ-ક્ષણ કરતાં વહ્યાં યુગાન્તર, નિષ્પરિણામી ધ્યાવી, આંતમુહૂર્ત ભવનો પાર, અહા, શ્રી સદ્દગુરુનો ઉપકાર !
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy