________________
૨૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આયુષ્યની અવધે કે વર્ષોના વિસ્તારમાં. એમ તો કયાં નથી વડલાનો વયવિસ્તાર ? બે ઘડીનાં ચે ધર્મમય જીવન મંગલ છે. નિમિષનો યે નિર્મલ શ્વાસ ધન્ય છે. તોળાયા જીવનજય કર્તવ્યના કાટલે. હૃર થયું દુન્યવી દેગ દિશાઓમાંથી આજ શ્રીમદ્દનું માટીનું માળખું. ભસ્મ થયો એ રાજચંદ્રને સ્કૂલ દેહ પણ, વિરાજે છે એના વિપુલ વિચારોમાં અને એના ઉન્નતગામી આત્મા રાજે છે એના અનુચરોના હૃદયમદિરે. એ પંચમકાળના જૈન ફિલસૂફને નમે છે એના અનેક સ્તુતિ–પાઠકે. અને વદે છે એના આધ્યાત્મવિચારને પૂર્વ કે પશ્ચિમની મનુમંડલી. ઓ ! માનવકુલના મુગટમણિ ! આ ! વવાણિયાની વૈશ્યવ૨ વિભૂતિ ! ઓ ! મચ્છુકાંઠાના મોંઘા કૌસ્તુભ ! અને જ્ઞાનવિરાગના અમૃતનાથશા, ઓ ! તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર ! દીપાવ્યાં તે દેવલ ખાનાં હેતલ દૂધ ઉજાળ્યાં તેં તારાં ઈકોતેર કુળ અને કીધી જગતમાં જ્યાતિવંત તારી જનની અને જન્મભૂમિને. પ્રણામ છે તારા પુણ્યપ્રભાવી આત્માને, અને વંદન છે તને મહાવીરને.