________________
વૈશાખ વદ ૧૩, બુધ, સં. ૧૯૫૪ પૂ. ભાઈશ્રી પ ભાઈ રવજીભાઈ પચાણજી સાહેબજીને દેજે
| શ્રી વવાણિયા બંદર પરમ પૂજ્ય શ્રીમદ સાહેબજીને ત્રિકાળ નમસ્કાર !
શ્રી સાયલેથી લિ. અ૯પજ્ઞ બાળક નંબકના નમસ્કાર વાંચશો. આપના કૃપાપાત્ર હાલમાં નથી, તો આ બાળક ઉપર દયા લાવી લખવા કૃપા કરશે. મારાથી હાલમાં પત્ર લખાણ નથી તો માફ કરશોજી. પૂજ્ય શ્રી ડુંગરશીને ગયા શુક્રવારથી તાવ આવે છે તથા મરડો શરૂ થયા છે અને લેહી પાચ પડે છે. અનાજ બિલકુલ ખવાતું નથી. તેમાં આફરો ચડી આવે છે. તેનો વ્યાધિ વધારે વર્તાય છે. પણ શ્રદ્ધા ઘણી સારી છે. ફક્ત જ્ઞાનની વાતું કરે જાય છે. બીજું કંઈ જવાબ નહિ અને આપના ઉપર કાગળ લખે અને આમ પ્રશ્ન લખે તે બોલે જાય છે. શ્રદ્ધા સારી છે. અત્યારના વ્યાધિ દરદ જોતાં દેહ રહેવાનો સંભવ રહેતો નથી, એ જ.