SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ મુંબઈ, જેઠ વદ ૬, રવિ, સં. ૧૯૫૩ પરમપુરુષ દશાવણન “ કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીયસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુગલછબિ છારસી, જાલસૌ જગખિલાસ, ભાલસૌ ભુવનવાસ. કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કેઈથી સ્નેહ કરવા તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લી’પવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્ય અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબિ એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભેગવિલાસને મૂંઝવણરૂપ જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યોને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે એવી જેની રીત હોય તેને બનારસીદાસ વંદના કરે છે. કેઈને અર્થે વિકલ્પ નહી' આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમજ્જાથી રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણના સુગમપણે પામશે એમ નિઃસંદેહતા છે..
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy