________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૩
જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લેકે મૂખ છે, તેમને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.
જન્મભૂમિકામાં જેટલા વાણિયાએ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્નભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. લોકો મને પહેલેથી સમર્થ શક્તિવાળા અને ગામના નામાંકિત વિદ્યાથી ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો કંઠી માટે તેઓ વારંવાર મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેમાંથી બાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિકમણુસૂત્ર ઇત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનય - પૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઇચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવેહળવે આ પ્રસંગ વધ્યા. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા. જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહી. તે વેળા બાંધવા ન બાંધવાનું કાંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્યા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની. છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી કે કોઈ ને મેં ઓછુ અધિક્ તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.
-શ્રીમદ્ રાજચંદ્ર