SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૯ શ્રીમદ્-સ્તુતિ (રાગ કલ્યાણ ) ૧ શ્રી રામચંદ્રને હે વિશ્વના પતિ, આયુ, કીર્તિ, અચળ આપ પ્રેમથી અતિ....શ્રી રાય. ૨ જ્ઞાન, ધ્યાન, ભક્તિ, યુક્તિ મુક્તિના તરંગ સવ પર વહાવે, શુદ્ધ જ્ઞાનને પ્રસંગ....શ્રી રાય. ૩ ધર્મ, કર્મ, મર્મ માં પ્રગાઢતા વિશેષ in મિથ્યાદંભ મદ નિવારનાર છો અશેષ....શ્રી રાય. ૪ માત્ર જેણે દશ પાંચ વર્ષની વયે જ | વિજયડ કે દીધા દેવાંશીને એ જ....શ્રી રાય. ૫ શતાવધાની હજુ હિંદમાં ન કોઈ એ નર આજે એ તો લીધો એ જ જોઈ....શ્રી રાય. ૬ જૈન ધર્મ તણી વૃદ્ધિનો પ્રકાશ ચિત્ત વિષે ચાહી કીધે રાખી ઇચ્છા ખાસ ....શ્રી રાય. ૭ શીઘ્રતાથી શ્લોક કર્યા એકે દી” હજાર મનાય જે શારદાનો પોતે અવતાર...શ્રી રાય. ૮ ધન્ય તાત, ધન્ય માત, ધન્ય જન્મ ગામ વિનેચંદ તણા તેને સદા છે પ્રણામ....શ્રી રાય. આ મહામા પુરુષની અદ્દભુત વૈરાગ્ય દશા તથા અપૂર્વ જ્ઞાનદશા અઢારમા વર્ષ થી શરૂ થાય છે. વિચારોનો સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ભવ્ય, અપૂર્વ ગ્રંથના આકારે મુમુક્ષુ જનના હિતાર્થે બહાર પડી ચૂક્યો છે. આ અપૂર્વ ગ્રંથમાં તેઓશ્રીના તત્ત્વજ્ઞાન અંગેના નિર્ણયા, અત્યંતર દશા અને પરમાર્થ સંબંધાના વિચારોનો સમાવેશ થાય છે. તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન જેવા કઠિન અને બહાળા વિષાના અધિકારીઓને એ ગ્રંથનું એક વાર અવલોકન કરવા નમ્ર વિનંતી છે.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy