________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૫
આપણી ભક્તિથી આ પરમકૃપાળુ દેવને પ્રગટમાં આણુવા વવાણિયા તીથભૂમિ શા કારણે મનાય છે એને ઇતિહાસ સમાજ આગળ રજૂ કરવા જોઈએ, કારણ કે તેના કારણે અનેક ભવ્યાત્માઓ એ મહાપુરુષને ઓળખી શકે, અને તેમની ભક્તિ કરી ભવસાગર તરી જાય. | શ્રી નાનુભાઈની કવિત્વશક્તિ, ભાષાની પ્રૌઢતા અને વિવેક અને વિચક્ષણ બુદ્ધિએ તેમને આ કાર્યમાં દેર્યા. શ્રી વવાણિયાને ઉદ્દગમ લખવાની ઝંખના જાગી. અંતરમાં સંસ્મરણો રમવા લાગ્યાં પણ....પણ....કુદરતની કળા અકળ છે! તેમની હૃદયની અભિલાષા અમલમાં મુકાય તે પહેલાં જ તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા !
ડૉક્ટર તરફથી ખબર આવ્યા : ‘ઑપરેશન તરત કરાવે.” આથી મુંબઈ જવાનું થયું. મંગળવારે ઑપરેશન નક્કી થયું. પૂ. બાને શ્રી વવાણિયા આ ખબર મળતાં તેઓ પણ મુંબઈ પધાર્યા. બધાં કુટુંબીજને મુંબઈમાં ભેગા થયાં. બધા પાસેથી ખૂબ આનંદથી છૂટા પડી સોમવારે હૈસ્પિટલમાં દાખલ થયા. બીજે દિવસે સવારે સાત વાગ્યે ઑપરેશન હતું. પૂ. બાએ માંગલિક સંભળાવ્યું, નવકારમંત્ર ગણ્યા. પોતે હસતા વદને સાંભળ્યા અને પૂ. બાને કહે, “ ચિંતા કરતાં નહીં. ઓપરેશન નાનું છે.” પૂ. બાએ કહ્યું, “ પ્રભુસ્મરણ રાખશે.” પોતે મસ્તક નમાવ્યું. તે સમયે ઘણા માણસો ભેળા થયા હતા. સૌને બે હાથ જોડી પ્રણામ કરતાં કરતાં ઑપરેશન રૂમમાં ગયા. સૌ સાથેના ઋણાનુબંધ પૂરા થયા. ડોકટરે ઇંજેકશન દીધું, ત્યાં હૃદય અંધ પડી ગયું. ડેકટરે હૃદય ફરી ચાલુ કરવા અનેક કોશિશ કરી પણ તેમનો આત્મા ચેતન, નશ્વર દેહનો ત્યાગ કરી પ્રભુના ચરણમાં ચાલ્યો ગયો હતો.
આ દુઃખદ સમાચારથી કુટુંબીઓને ઘણો આઘાત લાગ્યા. આશા નિરાશામાં પરિણમી. સી ક્ષણભર તો સ્તબ્ધ થઈ ગયા. પથ્થર પિગળાવે એ આ અકસમાત પ્રસંગે ઉપસ્થિત થવાથી સ્વજનોનાં દિલ ઝાલ્યાં નહોતાં ઝલાતાં. પ્રભુ પરમકૃપાળુ દેવનાં