________________
૧૪૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન w
www પ્રજ્ઞા . આવી પ્રજ્ઞાવાળા માણસ થોડા હોય છે. તેમને અંતરની કેઈ અજબ સૂઝ હોય છે. આવી સૂઝને લીધે તેમના જીવનમાં વિવેક ઊભરાતો હોય છે. વિશાળ વિવેકબુદ્ધિ હોય ત્યાં અપાર માનવતા, જીવમાત્ર પ્રત્યે પરમ દયા, અસંગવૃત્તિ હોય છે. પૂ. મહાત્માજી સામાન્ય માનવ હતા. તેમના કરતાં બુદ્ધિશાળી ઘણા હશે. તેમના કરતાં ત્યાગી અને સંયમી પણ ઘણું હશે. તે છતાં તેમની અતિપ્રજ્ઞાશક્તિ એટલે કે અંતરની સૂઝ એવી હતી કે
જ્યાં કોઈની બુદ્ધિ પહોંચતી નહોતી. એ સૂઝ પ્રમાણે તેમણે પિતાનું અને અન્યનું જીવન ઘડયું હતું. આવા વિરલ આત્માએ જ માનવજાતિને માર્ગદર્શક કાર્ય કરી જાય છે. પૂ. ભાઈશ્રીમાં ભલે મહાત્માજીના જેટલી શક્તિ વિકસિત ન હોય છતાં, એમનામાં પણ એવી થોડી અંતરસૂઝ હતી. એ શક્તિથી તેઓ ઘણું કરી શકયા છે. પૂ. ભાઈશ્રી આટલા મોટા જનસમુદાયમાં જે સુવાસ મૂકી ગયા છે તે તેમની તલસ્પર્શી અંતરસૂઝને લીધે જ..
- સાધારણ રીતે સમતોલતા એટલે તટસ્થ વૃત્તિ. પણ તટસ્થતામાં એક જાતની ઉદાસીનતાને ભાસ થાય છે, પણ તેઓ કોઈ પણ પ્રવાહમાં તણાયા સિવાય વસ્તુને ચોગ્ય રીતે જોઈ શકે છે. મહાન આત્માઓમાં આ ચારિત્ર્યગુણ ભર્યો હોય છે. આ ગુણને લીધે પિતાના માર્ગદર્શક પ્રકાશથી તેઓ લોકોને આગળ ધપાવે છે. આવા લોકોત્તર જનો પાસે આશ્વાસન મેળવવા અનેક લોકો આવે છે. નાના નોકરથી માંડીને સિંધના મેટા નેતા જયરામદાસજી સુધી પૂ. ભાઈશ્રી પાસે આવતા, સલાહ લેતા અને માર્ગદર્શન મેળવતા તે આ ગુણશક્તિને કારણે. તટસ્થ અને સમતોલ માણસોમાં પૂર્વગ્રહોથી દૂષિત થયેલું માનસ હેતુ નથી; ત્યાં તો સ્પષ્ટ દર્શનનું તેજ પ્રકાશનું હોય છે. જે આવે તે સૌના અંતરપટ પર પ્રકાશ પડે છે. આવી ગુણશક્તિ પૂ. ભાઈશ્રીમાં હતી તેથી તેઓ દરેક વાતના પાર પામી શકતા. એટલે જ તેમણે ઘણા ઝંઝાવાતાને જીરવવાની અદ્દભુત શક્તિ કેળવી હતી. વેપારમાં, વ્યવહારમાં તેમ જ કુટુંબમાં આવેલા ઘણા આઘાતાને તેમણે આ શક્તિથી જ હળવા બનાવ્યા હતા અને અન્યના માર્ગદર્શક અને આશ્વાસક બન્યા હતા. :