________________
સદ્ગત ભગવાનલાલભાઈના
વ્યક્તિત્વની ઝાંખી
લેખક : નાનાલાલભાઈ ખીમચંદભાઈ પારેખ ભગવાનલાલભાઈમાં કુટુંબવાત્સલ્ય ઘણું હતું. એ એમની ખાસ લાક્ષણિકતા હતી. એમના મૃહદયની એ સાક્ષી પુરાવતી હતી, તેથી જ સામાન્ય સંબધોમાં પણ તેઓ અસાધારણ સહાનુભૂતિ દર્શાવતા. કેટલીક વાર તો એમ પણ ભાસતું કે જાણે તેઓ પોતાના સંબંધમાં આવતા જીવોનું આત્યંતિક ઋણ ચૂકવવા જ ન આવ્યા હોય ! એમાંથી એમની અદ્દભુત નિઃસ્પૃહ વૃત્તિ જાગી હતી. કૌટુંબિક સંબંધમાં જસાણી કુટુંબ સાથે તેમને સારા સંબંધ ચાલ્યા આવતો. શ્રી નાનાલાલભાઈ અને શ્રી બેચરલાલભાઈને તો તેઓ વડીલ જ ગણતા. શ્રી મોહનલાલભાઈ સમવયસ્ક હોવાથી તેમની સાથે સહોદર જેમ જ વર્તતા. શ્રી અમૃતલાલભાઈ તો માસીના દીકરા હતા એટલે તેમની સાથેના સંબંધ પણ મધુર આત્મીય અને આહલાદક હતા.
જસાણી કુટુંબનાં પુત્રો અને પુત્રીઓ સાથે પણ પોતાનાં પુત્રપુત્રીઓ જેવા જ ભાવ રાખતા. શ્રી ગોપાળજીભાઈ અને તેમના સંબંધ પ્રથમ તો વેપારી સંબંધ હતો. પછી તે ભાગીદારીમાં પરિણમ્યા. બીજા પણ ભાગીદારો હતા અને સૌ તેમના તરફ પ્રેમ–આદરભાવ રાખતા. એક જ પંક્તિએ તેઓ જમવા બેસતા, તેવી એકતા તેઓમાં હતી. આમાં શ્રી ગોપાળજીભાઈ તેમના અજોડ અનુરાગી હતા; તે જાણે તેમના પડછાયા હોય તેમ વતતા. ભગવાનલાલભાઈની તે સતત સંભાળ રાખતા. તે તેમના હંમેશના સહચારી બન્યા હતા. અને લગભગ બધે જ સાથે હોય.