________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૧
www.
મને પરમાર્થ હવે ખરી રીતે સમજાય છે. પહેલાં મને મેહને કારણે કોઈ પ્રવૃત્તિમાં ઝંપલાવવાનો વખતોવખત બહુ જ આગ્રહ રહ્યા કરતો. હું જે રાજ્યમાં નોકર હતો તે રાજ્યના કર્તા તથા મુખ્ય મંડળની શીતળ છાયાને લઈ મારા કામમાં મને કોઈ દિવસ આડખીલી થતી નહી'. તેથી પરોપકાર અર્થ વ્યવસાય ચલાવવાનો શોખ વધતા જતા હતા. એક ગૃહસ્થ આવી માગણી કરી કે પોતાની મૂડીથી, પોતાના માણસોથી, રાજ્યની હદ બહાર તે કશેક વ્યવસાય શરૂ કરવા માગે છે એ કામમાં નુકસાન થાય તો મારે કંઈ ન આપવું અને નફા મળે તો અમુક ભાગ આપવો. આવી ચાખી નફાની વાત હતી, તે પરમકૃપાળુ દેવ પાસે મૂકી. તેઓશ્રીએ મને તેમાં પડવા ના પાડી. તે વખતે મારા મનમાં સંતાપ થયો કે આવા લાભની વાતમાં પણ પરમકૃપાળુ દેવ કેમ પ્રતિકૂળ થયા ? થોડા વખત પછી તે ગૃહસ્થને પોતે શરૂ કરેલું કામ કાંઈ પણ નફો મેળવ્યા સિવાય ખોટ ખાઈ સમેટી લેવાની જરૂર પડી હતી એ હકીકત મેં જાણી, તો પણ આવા બનાવથી પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય આશ્રયભાવ કે પરમાત્મપણાને ભક્તિભાવ ઉત્પન્ન થયો નહોતો. છતાંય નિગૂઢ રીતે કોઈ અપૂર્વ શ્રદ્ધાભાવ ઉત્પન્ન થઈ વૃદ્ધિ પામ્યા કરતા હતા. e પરોપકાર અને શુભ માગે ધન વાપરવાની પરમકૃપાળુ દેવ સાથે એક ચર્ચા થઈ હતી. અને તેવી કોઈ સંસ્થા હોય કે જેમાં વાપરેલું ધન ગેરરસ્તે વપરાવાનું બને નહી, એ બાબતમાં તેવું કેઈ કાયર ભવિષ્યમાં નિર્ણત થયે જણાવવા પોતે ફરમાવ્યું હતું. અને તેઓશ્રીના દેહોત્સગ પહેલાં થોડા સમય અગાઉ “પરમશ્રુત પ્રભાવક મંડળ” તથા “ખંભાત સુબોધક પુસ્તકાલય’ના કાર્યમાં યથાશક્તિ ઊભા રહેવા સૂચન થયું હતું. આ બને સંસ્થાઓ અંગે તેઓશ્રીના નિર્મળ જ્ઞાનના પ્રભાવ અત્યારે અંતરમાં વેદાય છે.
- ઘરમાંથી મારાં ધર્મપત્નીએ ગુજરાત વર્નાકયુલર સોસાયટીના આજીવન સભ્ય થવું એમ પરમકૃપાળુ દેવની આજ્ઞા થયેલી તે મુજબ તેમનું આજીવન સભ્ય તરીકે નામ નાંધાવ્યું હતું.