________________
૧૩૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
બન્યું હતું. તેઓશ્રી પ્રત્યે ઉચ્ચ આદરભાવ અને પૂજ્યભાવ હોવા છતાં તેમની વ્યાવહારિકતા વિશે મારા મનમાં સંકલ્પવિક૯૫ ઊઠતા હતા. પરમકૃપાળુ દેવનું આરોગ્ય તે વખતે જોઈ એ તેવું સારું ન રહેતું, તેથી હવાફેર કરવા ધરમપુર પધારવાનું મેં તેમને આમંત્રણ આપ્યું અને પછી પત્રવ્યવહારમાં તે માગણી કર્યું જ રાખી. તેને માન આપી પરમકૃપાળુ દેવે સં'. ૧૯૫૬ની સાલમાં ચૈત્ર માસમાં ધરમપુર પધારી મારી અભિલાષા અને ઈચ્છો પરિપૂર્ણ કરી. મૂળથી જે કે હું કુદરતી નિયમ સમજવા માટે ઉસુક તથા ઉચ્ચ નીતિરીતિને અનુસરી વર્તન કરવા આગ્રહી રહેતા તેમ જ મારા સમાગમમાં આવતી દરેક વ્યક્તિને તે રીતે વર્તવા આગ્રહ અને પ્રેરણા કરતો, તોપણ મારી સંયમશક્તિની ખામીને લીધે મારી ઈચ્છા જોઈએ તેવી પાર પડી નહીં'. તેથી હંમેશાં મને તેને માટે દુ:ખ લાગ્યા કરતું અને હૃદય બળ્યા કરતું. પ્રભુ શ્રી પરમકૃપાળુ દેવ આ હકીકત સમજી જતા, જાણી જતા અને વખતોવખત કરુણાથી સમજાવતા, “ આર્તધ્યાન કરવું નહીં જોઈએ.” પણ ‘કમજોર ને ગુસ્સા બહાત” એવી મારી સ્થિતિ તે વખતે હતી. વળી મારા સ્વચ્છદ પણ પાતળા નહાતો પડયો. જ્યારે જ્યારે તેઓશ્રી મને સારી સમજણ આપે ત્યારે મનમાં એમ જ થાય કે પોતે વ્યવસાય ચલાવતા છતાં મને પરમાર્થ કરવાની શિખામણ દે છે, જેથી તેને મારા મનમાં અનાદર કરતા. તેઓ જે વાત કરે તેનો આશય હું સમજી શકતા નહીં'. એમના અદ્દભુત જ્ઞાનના મને ખ્યાલ ન આવવાથી મને એ વાત રુચતી નહીં.
એક વખત તેઓશ્રી પત્ર લખતા હતા ત્યારે હું ત્યાં પાસે બેઠા અને લખવા સંબંધી કંઈ કામ લેવાની માગણી કરી, તે વખતે એક કાગળના કવર ઉપર “મહામહોપાધ્યાય પોપટલાલ મહાકમચંદ” મુ. અમદાવાદ” એવું નામ લખાવ્યું. આ વખતે મનમાં આશંકા થઈ કે બ્રાહ્મણ અથવા વેદાંતીઓમાં આવી પદવી હોય છે. આ નામ કઈ વણિકનું હોય તો આ મહામહોપાધ્યાયની પદવી કેમ બંધબેસતી થાય ? પણ તે પદવી તેમણે ભાઈશ્રી પોપટલાલભાઈને આપી હતી.