________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૭
પોતે પથારીમાં છેવટ સુધી પ્રભુનું નામ ભૂલ્યા ન હતા. મંદવાડમાંથી સારા થવા બાબતમાં મને શંકા તો હતી જ, સોમવારે રાત્રે મંદવાડ વા. ઉપચારા કરતાં ઠીક લાગ્યું. મને થયું કે મનુભાઈ આવે તો સારું. ટેલિફાન કરાવ્યા. છ વાગે પાછો મંદવાડ વળે. ગોપાળજીભાઈ મને કહે, “તમે હા પાડે તો વૈદ્યની દવા લઈ એ.’ મેં કહ્યું, “ભલે.” ગોપાળજીભાઈ વૈદ્ય પાસે ગયા, પણ કારણવશાત્ વિદ્ય ન આવી શકયા અને દવામાં કેસૂડાના શેક કરવાનો કહ્યો. ગોપાળજીભાઈએ તૈયારી કરી ને મેં શેક કરવો શરૂ કર્યો. હું શેક કરું ને તેઓ બતાવતા જાય કે શેક કયાં કર. શેક કરતાં કરતાં “આત્મસિદ્ધિજી’ની ગાથાઓ તથા પ્રભુસ્મરણ કહેતી. તેમાં ભૂલ પડે તો પોતે ઇશારો કરે અને કહે કે ભૂલ છે. આમ છેવટ સુધી ખૂબ જ શાંતિપૂર્વક પ્રભુનું જ ધ્યાન હતું. ત્યાં એકદમ શ્વાસોચ્છવાસ વધ્યા એટલે શેક બંધ કર્યો. પ્રભુસ્મરણ ચાલુ જ હતું. તે સાંભળતાં શ્વાસ બંધ પડયો અને ......શરીરચેષ્ટા સઘળી સ્થંભી ગઈ...
વિ. સં. ૨૦૦૬ના શ્રાવણ વદ આઠમ ને મંગળવારે સવારે ૧૧.૫ મિનિટે એ પવિત્ર આત્મા નશ્વર દેહનો સંબંધ છેડી ચાલ્યા ગયા. ઉજજવળ પરિણામે ઉત્તમ ગતિને પામ્યા. મૃત્યુનું આવવું અવશ્ય છે, એ નિશ્ચય થતાં જ્ઞાની સિવાય સામાન્ય જીવોને તેનું વિસ્મરણ થઈ ધીરજ રહેતી નથી. રડી જવાય, અશ્રુપ્રવાહ વહેતો થાય, એ સ્વાભાવિક છે. સ્વજનો સૌ શોકગ્રસ્ત થઈ ગયાં, વાતાવરણ શોકમય બની ગયું.
ઘરમાં, વ્યાપાર વ્યવસ્થામાં અને અનેક સામાજિક કાર્યોમાં તેઓ અગ્રેસર હતા. ખાનગી રીતે અનેકનાં દુ:ખ ટાળતા. આમ ઘણાંને ભિન્નભિન્ન ક્ષેત્રોમાં તેઓ સહાય અને હૂંફ રૂપ બન્યા હતા. આવા પ. પૂ. ભગવાનલાલભાઈને વિયોગ અતિ અતિ દુ:ખરૂપ થયા. સ્વજનોને તો આ વિયોગ અસહ્ય હતો. મારી અંતરંવેદના પ્રકટ કરવાની ન હોય. આ પ્રસંગ સબંધે ભાઈ બુદ્ધિધનભાઈ એ જણાવ્યું છે કે:
શ્રી. ૭