________________
૮૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwwwwwwwwwwww
તે બાવળના ઝાડને સ્થળે મામાશ્રી ત્રંબકલાલ પોપટલાલને અને મારાં મામી ઝબકબહેનને મારકરૂપે જ્ઞાનપ્રકાશ મંદિર બાંધવાની ભાવના થઈ. પણ તે ભાવના પૂરી થાય તે પહેલાં શ્રી નંબકભાઈનો સ્વર્ગવાસ થયો. ત્યાર પછી પૂ. ઝબકબહેન અને તેમના સુપુત્ર શ્રી રસિકભાઈ તથા પુત્રવધૂ અ. સી. નલિનીબહેને સારા ઉલ્લાસથી તે ભાવનાને સાકાર કરી તે સ્થળે ‘જ્ઞાનપ્રકાશ મંદિર’ તેમ જ સાથે એક નિવાસસ્થાન અને કૂવો બંધાવ્યાં છે. તે જિજ્ઞાસુઓને શાંતિ અને વૈરાગ્યનું ઉત્તમ નિમિત્ત સ્થાન બની રહ્યું છે.
દર કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવનથી રથયાત્રાને વરઘોડો નીકળી ત્યાં જાય છે. ભાઈબહેનોને માટે સમુદાય તેમાં ભાગ લે છે. પ્રભુના ગુણગાન, આરતી, તેમની ભક્તિ વગેરે કરી રથયાત્રા ત્યાંથી રાજ જન્મભુવનમાં પાછી આવે છે.
શ્રી નંબકલાલભાઈ, શ્રી રેવાશંકર જગજીવનભાઈના ભાઈ પોપટલાલ જગજીવનના પુત્ર એટલે મારા મામા થાય. તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે સારી શ્રદ્ધાભક્તિ હતી. તેઓની ‘જ્ઞાનપ્રકાશ મંદિર’ બાંધવાની ઉત્તમ ભાવના પ્રત્યે પરમ આદર આપોઆપ વ્યક્ત થઈ જાય છે. તેમની ભાવના અનુસાર મારાં મામીએ મંદિર બંધાવી ઉત્તમ પુણ્યલાભ સંપાદન કર્યો છે.
આવાં કુટુંબીજનો પ્રત્યે સ્વાભાવિક રીતે જ આદરયુક્ત ઊંડો ભાવ પ્રગટ થાય છે, અને આ પ્રકારનાં શુભ કાર્યો દ્વારા તેઓનું' સદાય આત્મશ્રેય સધાતું હોય છે અને તેમાંથી બીજાને પણ પ્રેરણા મળતી હોય છે.