________________
શ્રી જ્ઞાનપ્રકાશ
મંદિર
મોરબીમાં મારા મોસાળમાં સંવત ૧૯૪૬ના મહા સુદ્દે ખોરાના દિવસે ભાઈ છગનભાઈનો જન્મ થયો. ને તે જ દિવસે મુંબઈ રેવાશંકર જગજીવનની પેઢીની સ્થાપના થઈ હતી. તે પેઢીમાં પરમકૃપાળુ દેવ ભાગીદાર હતા. આ પેઢીની ભાગીદારીમાંથી પોતે સંવત ૧૯૫૬માં છૂટા થયા હતા. - મારાં માતુશ્રી (ઝબકબાઈ)ના ભાઈ એટલે મારા મામા ત્રંબકભાઈ પોપટલાલ મહેતા આ પેઢીમાં કામકાજ કરતા હતા. એક દિવસે પરમકૃપાળુ દેવે એમને કહ્યું : “ ત્રંબક, ચા બનાવી લાવ.” પેઢી પર ઘણા માણસો હોવા છતાં પોતાને પરમકૃપાળુ દેવે ચા બનાવવાની આજ્ઞા કરી તેથી તેમણે ઘણા ઉલ્લાસ અને ભક્તિભાવની લાગણી અનુભવી અને તે ભાવ જિંદગી પયત રહ્યો. જ્યારે પરમકૃપાળુ દેવ વઢવાણ કંપમાં (હાલના સુરેન્દ્રનગરમાં) હતા. ત્યારે ડૉ. પ્રાણજીવનદાસને રંગૂન મોકલ્યા હતા. મારા સસરા રણછોડદાસભાઈની સૂચનાથી તેમના ભાણેજ નાનાલાલ જસાણીને તથા મારા મામાને પણ પરમકૃપાળુ દેવે રંગૂન મોકલ્યા હતા. તેઓ રંગૂન ગયા પછી ધંધારોજગારમાં સુખી થયા હતા. મારા મામાની પ્રેરણાના બળે તેમનામાં વવાણિયામાં જ્ઞાનમંદિર બનાવવાની શુભેચ્છા પ્રગટી હતી.
શ્રી વવાણિયાની સ્મશાનભૂમિ પાસે જ્યાં પરમકૃપાળુ દેવશ્રીને સાત વર્ષની બાળવયમાં જ બાવળના ઝાડ પર અંતર વિચારમાં નિમગ્ન થતાં જ્ઞાનનું આવરણ ખસી ગયું હતું, અને જાતિ૨મરણ જ્ઞાન થયું હતું, એટલે કે પોતાના પૂર્વ ભવ જોયા હતા,