________________
૧૭૫
વૈરાગ્યવર્ષા ]
નિશ્ચયથી આત્મા મારી, તે તો સદ્ગુએ બતાવ્યો, જાયો, જોયો અનુભવીઓ રે એવો આત્મ છે મારો. મારા દિલડાને પૂછી જોયું રે એક ‘રાજ છે મારો, એ જ પ્રભુ છે મારો, એ જ ગુરુ છે મારો.
[ વૈરાગ્યવર્ધા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો! સમજુ સજ્જન શાણા રે જરા સરવાળો માંડજો. મોટરો વસાવી તમે બંગલા બાંધ્યા, ખૂબ કિધા એકઠા નાણા રે જરા સરવાળો માંડજો. ઉગ્યાથી આથમ્યા સુધી ધંધાની ઝંખના, ઉથલાવ્યા આમતેમ પાના રે જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને ખૂબ મોજ માણી, તૃષ્ણાના પૂરમાં તણાયા રે જરા સરવાળો માંડજો, લાવ્યા'તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો. આત્મરામને જેણે નથી જાણ્યો, સરવાળે મીંડા મુકાણા રે જરા સરવાળો માંડજો.
| $ “કોણ છે કોનું છે તારા દિલડાને પૂછી જોને રે...કોણ છે કોનું ? તારા અંતરે વિચારી જોને રે..કોણ છે કોનું ? કોના પિતા, કોની માતા, કોના સુત, કોના ભ્રાતા, સહુ એ આવીને જાતા રે...કોણ છે કોને ? પિતા કહે પુત્ર મારો, જાણે આકાશનો તારો, ઉગ્યો એ તો ખરવાનો રે...કોણ છે કોનું ? બેની કહે વીરો મારો, જાણે અમૂલ્ય હીરો, હીરો એ તો ઝેર ભરિયો રે...કોણ છે કોને ? પત્ની કહે મને વરિયો, એ તો પ્રેમી દરિયો, દરિયો એ તો ખારો રે... કોણ છે કોનું ?
( ‘આટલું તો આપજે છે આટલું તો આપજે ભગવનું મને છેલ્લી ઘડી, ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.. આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં. અંત સમયે મને રહે સાચી સમજ છેલ્લી ઘડી...
જ્યારે મરણ શૈયા પર મિંચાય છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી... હાથ પગ નિર્બળ બને ને સ્વાસ છેલ્લા સંચરે,
ઓ કૃપાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી... હું જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં, તું આપજે શાંતિમય નિધાન મને છેલ્લી ઘડી... અગણીત અધર્મ મેં કર્યા તન મન વચન યોગે કરી હે ક્ષમાં સાગર મુજને આપજે છેલ્લી ઘડી. અંત સંયમ આવી મુજને ના રહે ષટ દુશ્મનો, જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી...
છે
છે “જીવન સફલ બનાના તૂ'
અરે ઓ રે... અરે ઓ રે...