SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ [ વૈરાગ્યવર્ષા શૂરવીર રાજા હાથી ઉપર બેઠો છે, સામેથી બાણ છૂટે છે ને શરીર વીંધાઈ જાય...પણ પડતો નથી, અંતે દેહ નહિ ટકે એમ લાગતાં હાથીના હોદ્દે બેઠો બેઠો જ સંયમભાવનામાં ચડી જાય છે...તેમ પ્રતિકૂળતા ને પરિષદોના બાણ ઉપર બાણ આવે તોપણ પુરુષાર્થ પૂર્વક તેની સામે ઊભો રહીને ધર્મી તે ઝીલ્યા કરે...પોતાના માર્ગથી ડગે નહિ જ્ઞાનસ્વરૂપ આત્મા આનંદમૂર્તિ એકલો છે તેનું લક્ષ વારંવાર યૂટવું....એનો દોર બાંધી લેવો. જેમ કરોળીયો પાણીમાં ચાલી ન શકે એટલે પોતાની લાળથી લાળનો દોર બાંધીને તેના ઉપર સડસડાટ ચાલ્યો જાય....તેમ ચૈતન્યની રુચિનો દોર બાંધી લીધો હોય તો આત્મા સડસડાટ તે માર્ગે ચાલ્યો જાય. શરીરના રજકણો તો ક્યાંકથી આવ્યા...ને હવે ચાલવા માંડ્યા. બરાબર સરખા પરિણામ રાખીને જવું. “ભગવાન”નું લક્ષ રાખવું, અંદરમાં ભગવાન પોતાનો આત્મા; ને બહારમાં સીમંધર ભગવાન; -તે ભગવાન પાસે જવાનું લક્ષ રાખવું. ઉપયોગ બરાબર રાખવો; સાવચેત રહેવું. દેહનું તો થવું હોય તે થાય; શરીરને શું કરવું છે? કાળરૂપી સિંહને એ જોઈતું હોય તો ભલે લઈ જાય.-તેમાં આત્માને શું? જોકે કટોકટીનો કાળ જ્યારે આવે ત્યારે કામ તો આકરું છે, પણ સમતા રાખવી, શરીરમાં શાતા હોય ત્યારે આકરું ન લાગે પણ બરાબરની અશાતા આવે ને પ્રતિકૂળ પ્રસંગ હોય ત્યારે તેની સામે ઝઝૂમવા આત્માને ઘણો પુરુષાર્થ જોઈએ. હું તો જ્ઞાન છું, મારે ને જડ શરીરને શું સંબંધ છે? એવા લક્ષે સમતા રાખવી. બાકી આ તો બધું ક્ષણમાં પલટાઈ જશે. ભવ પલટતાં અહીંના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું ક્ષણમાં બદલાઈ જશે. શરીર બદલાઈ જશે, કાળ બદલાઈ જશે, ભવ પલટી જશે ને ભાવ પણ બદલાઈ જશે. આખું વૈરાગ્યવર્ષા ] ૧૬૦ ચક્ર પલટી જશે. શરીરનું ચક્ર તો ચાલ્યા જ કરશે, આત્મા તેને ક્યાં પ્રણમાવી શકે છે? રાજકોટમાં જેચંદભાઈ ફોજદારને છેલ્લી સ્થિતિ વખતે માંગલિક સંભળાવ્યું ત્યારે તેણે પૂછ્યું કે મહારાજ ! આ તમે બોલ્યા તેનો અર્થ શું? તે સમજાવો. પછી માંગલિકનો અર્થ કર્યો કે આત્માની પવિત્રતાને પમાડે ને મમકારને ગાળે તેવા ભાવને માંગલિક કહે છે. ઇત્યાદિ અર્થો સાંભળીને તેઓ ખુશી થયા; ને તે જ રીતે ગુજરી ગયા. અરિહંતપ્રભુએ કહેલાં ભાવને આત્મામાં ધારી રાખવો, દેહથી ભિન્ન ને રાગથી ભિન્ન એવા આત્મભાવને ધારણ કરવો તે ધર્મ છે, તે મંગળ છે. ધવલામાં શ્રી વીરસેનસ્વામી કહે છે કે આત્મદ્રવ્ય પોતે મંગળરૂપ છે, તું પોતે મંગળ છો. ચિદાનંદ છો. ચિદાનંદ વરૂપી ભગવાન આત્મા અનાદિ અનંત મંગળરૂપ છે. રાગ હો, પણ આત્મા તેનો જાણનાર છે-આવા આત્માના વિચારમાં રહેવું. આત્મા જ્ઞાન-આનંદમય, ને રાગથી તદ્દન ભિન્ન-તેનો વિચાર, તેનું મનન ને મંથન કરવા જેવું છે.
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy