SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ [વૈરાગ્યવર્ધા સામે આસવ-યોદ્ધો છે ને અહીં જ્ઞાનયોદ્ધો છે; સમ્યગ્દષ્ટિબાણાવલી ભેદજ્ઞાનરૂપ તીરવડે આસ્રવીને જીતી લે છે. આવા જ્ઞાનનો વિચાર કરવો. જીભના પરમાણુમાં ચીકાસ-લૂખાસ થાય તે તેનો સ્વભાવ છે. આત્મા સિવાય બીજું કાંઈ શરણ નથી. આ તો આસ્રવ સામેનો સંગ્રામ છે; સંગ્રામ માટે આત્માને તૈયાર રાખવો. ગુરુદેવ પધારતાં ને તેમના ઉત્સાહપ્રેરક વચનો સાંભળતાં માસ્તરે આનંદ વ્યક્ત કર્યો. ગુરુદેવે કહ્યું : માસ્તર, હવે તો આ શરીર રાજીનામું આપે છે,ભલે જાય; આત્મા તો અવિનાશી એકલો છે. જુઓને, બેનોએ એકવાર (કુમારી શારદાની માંદગી પ્રસંગે) વૈરાગ્યથી ગાયું હતું ને! (આમ કહીને ગુરુદેવે ઘણા વૈરાગ્યરસથી નીચેનું પદ યાદ કર્યું-). આતમરામ અવિનાશી આવ્યો એકલો જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો... બહિરભાવો સ્પર્શ કરે નહિ આત્માને, ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો... આ ગીત યાદ કરીને પછી ગુરુદેવે કહ્યું કે આત્મા તો અવિનાશી છે. ૧૯૯૩ની સાલમાં ખુશાલભાઈ જ્યારે બહુ માંદા હતા ત્યારે બહેનો ભાવનગર ગયા હતા ને કહ્યું હતું કે ખુશાલભાઈ 'આત્મા તો અવિનાશી છે...’ આ બહેનોના શબ્દ છે..બસ, એક જ વાત! જુઓ તો ખરા, આવો આત્મા ઓળખે તેને જ્ઞાયકવીર કહેવાય. આ વીરતાના મારગ છે. આત્મા ક્યાકંથી એકલો આવ્યો એ બધા કુટુંબકબીલા ભેગા થયા...પાછા વીખેરાઈ જવાના; શરીરના પરમાણુ પણ વીખરાઈને વૈરાગ્યવષ ] ૧૫૮ છૂટા પડી જશે. તેમ આ બધું પંખીમેળા જેવું છે. શરીરના રજકણો ભેગા થયા ને તેનો કાળ પૂરો થતાં વીંખાઈ જશે. ચૈતન્યતત્ત્વ એકલું છે તે અવિનાશી છે. બાકી આ સંયોગમાં કાંઈ નથી. આત્માના વિચાર રાખવા....આત્મા છે તે જ્ઞાન છે. યોગસારમાં કહે છે કે “સર્વ જીવ છે જ્ઞાનમય.’ આત્મસિદ્ધિમાં પણ આવે છે કે સર્વ જીવ છે સિદ્ધસમ.’ જ્ઞાનમય તે જ આત્મા છે. બાકી બીજી બધી લપ છે, તે તો આવે ને જાય. શરીર પણ આવે ને જાય; રાગ પણ આવે ને જાય. આત્મા કાયમ જ્ઞાન...જ્ઞાન....જ્ઞાનપણે રહે છે.-આમ જાણવું તેમાં ખરો સમભાવ છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા.-એવો અવિનાભાવ છે. રાગ વગરનો આત્મા હોય પણ જ્ઞાન વગરનો આત્મા ન હોય. હેડમાસ્તર શ્રી રતિભાઈએ કહ્યું ઃ આવા વિચાર તે જ ખરી દવા છે. ગુરુદેવે ઘણી સારી દવા આપી છે. આત્મા પરમાં ને વિકલ્પમાં રખડે છે તે પોતાના સ્વભાવઘરમાં આવીને રહે તે ખરૂં વાસ્તુ કહેવાય. આજે પ્રવચનમાં અલિંગગ્રહણની વાત આવી; આત્મા ઇન્દ્રિયોથી ન જાણે; અને ઇન્દ્રિયોથી તે જણાય પણ નહિ. જ્ઞાનથી આવો આત્મા જણાય છે; તે પોતાના અંદરમાં જ છે પણ ‘મારા નયનોની આળસે રે...મેં નીરખ્યા ન હરિને જરી....” નજર કરનારો પોતામાં નજર ન કરે ને પરમાં દેખ્યા કરે-તેમાં શાંતિ ક્યાંથી મળે? અત્યારે તો નિવૃત્તિ મળી છે. કામ કાંઈ નહિ ને પીડા પણ કાંઈ નહિ. અત્યારે અંદરમાં વિચારમનન કરવા. દેહ સુકાઈ જાય, એ તો ક્ષણભંગુર છે. એક માણસને ભાષણ કરતાં કરતાં દેહ છૂટી ગયો. એક દાખલો આવે છે કે
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy